Home> India
Advertisement
Prev
Next

કોરોનાઃ પીએમ મોદીના સંબોધનની રાહ, આ રાજ્યોએ વધારી દીધું લૉકડાઉન


કેન્દ્ર સરકાર હજુ મંથનની મુદ્દામાં છે કે લૉકડાઉનને 14 એપ્રિલથી આગળ વધારવામાં આવે કે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યપ્રધાનોની સાથે 11 એપ્રિલે વીડિયો કોન્ફરન્સ કરી તાજા સ્થિતિ પર ચર્ચા કરી, જેમાં લૉકડાઉનને લઈને પણ વાત થઈ છે. 

કોરોનાઃ પીએમ મોદીના સંબોધનની રાહ, આ રાજ્યોએ વધારી દીધું લૉકડાઉન

નવી દિલ્હીઃ કોરોના વાયરસની બીમારી દેશમાં મહામારીનું રૂપ લઈ ચુકી છે. કોરોનાથી પીડિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. શાસન અને વહીવટના સ્તર પર સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. કેન્દ્રથી લઈને રાજ્યો સુધી, સરકાર સક્રિય મોડમાં છે. દેશમાં 21 દિવસનું લૉકડાઉન લાગૂ છે, જેની અવધિ 14 એપ્રિલે સમાપ્ત થઈ રહી છે. 

fallbacks

કેન્દ્ર સરકાર હજુ મંથનની મુદ્દામાં છે કે લૉકડાઉનને 14 એપ્રિલથી આગળ વધારવામાં આવે કે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યપ્રધાનોની સાથે 11 એપ્રિલે વીડિયો કોન્ફરન્સ કરી તાજા સ્થિતિ પર ચર્ચા કરી, જેમાં લૉકડાઉનને લઈને પણ વાત થઈ છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, રાજસ્થાન અને ઓડિશા સહિત 10 રાજ્યોના મુખ્યમંત્રીઓએ લૉકડાઉન વધારવાની જોરદાર રજૂઆત કરી હતી. પરંતુ કેન્દ્રએ તેને લઈને કોઈ ઔપચારિક જાહેરાત કરી નથી પરંતુ રાજ્યોમાં લૉકડાઉન વધારવાની હોડ લાગી ગઈ છે. 

ઓડિશાએ 30 એપ્રિલ સુધી લૉકડાઉન વધારવાની જાહેરાત કરી દીધી હતી. ત્યારબાદ પંજાબ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળની સરકારે પણ લૉકડાઉનનો સમય વધારવાની જાહેરાત કરી હતી. બંગાળે તમામ શૈક્ષણિક સંસ્થાઓને 10 જૂન સુધી બંધ રાખવાના આદેશ પણ આપી દીધા છે. કેન્દ્રમાં સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીના શાસન વાળા રાજ્ય ઉત્તરાખંડે પણ લૉકડાઉન વધારવાની જાહેરાત કરી દીધી છે. 

પ્રથમવાર દેશમાં એક દિવસમાં 1000 નવા કોરોના વાયરસના કેસ, મહારાષ્ટ્ર બાદ દિલ્હીમાં વધ્યા સંક્રમિતો

તો પીએમ મોદીની સાથે વીડિયો કોન્ફરન્સ બાદ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પણ પ્રદેશની જનતાને સંબોધિત કરતા થોડી ઢીલની સાથે લૉકડાઉન વધારવાના સંકેત આપ્યા છે. પરંતુ ખટ્ટરે  પ્રદેશને રેડ, ઓરેન્જ યેલો, ત્રણ ઝોનમાં વેંચીને ઔદ્યોગિક અને વ્યાવસાયિક ગતિવિધિઓ શરૂ કરવાની પણ વાત કહી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વડાપ્રધાનને સંપૂર્ણ દેશમાં લૉકડાઉન વધારવાનું સૂચન કર્યું છે. 

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ 24 માર્ચે દેશમાં લૉકડાઉન લાગૂ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ પીએમની આ જાહેરાત પહેલા રાજસ્થાનની સરકારે પ્રદેશમાં લૉકડાઉનની જાહેરાત કરી દીધી હતી. મહત્વનું છે કે દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 7500ને પાર પહોંચી ગઈ છે. આ બીમારીથી અત્યાર સુધી 420 કરતા વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More