નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ તરફ એમ્સનાં નિર્દેશક રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, જુનનાં મહિનામાં કોરોના વાયરસનાં કેસમાં સૌથી મોટો ઉછાળો આવશે. સાથે જ તેમણે કહ્યું કે, લોકડાઉનનો ફાયદો મળ્યો છે અને લોકડાઉનનાં કારણે કોરોના કેસ વધારે વધ્યા નથી.
ચામાચીડિયા છે તબાહી ફેલાવનારા વાયરસની ફેક્ટરી, જાણો છો કેમ...
એમ્સનાં ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ મીડિયા સાથેની ચર્ચામાં જણાવ્યું કે, જે પ્રકારે ટ્રેન્ડ દેખાઇ રહ્યો છે કોરોનાનાં કેસ જુન મહિનામાં પીક પર હશે. ડોક્ટર ગુલેરિયાનું કહેવું છે કે, લોકડાઉનનો ફાયદો જરૂર મળે છે. લોકડાઉનના કારણે જ આવા કેસ વધી શક્યાં નથી. જો સામાન્ય દિવસો હોત તો રોજના હજારો કેસ નોંધાયા હોત.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે