Home> India
Advertisement
Prev
Next

ચાંદ દેખાયો: સમગ્ર દેશમાં કાલથી રમઝાનનો પવિત્ર મહિનો શરૂ, PM મોદીનું ટ્વીટ

કોરોના વાયરસનો કહેર અને લોકડાઉન વચ્ચે મુસ્લિમોને રમઝાનનો પવિત્ર મહિનો કાલે શનિવારથી ચાલુ થઇ રહ્યો છે. આજે શુક્રવારે ચાંદ દેખાયો હતો. આ સાથે જ રમઝાનની જાહેરાત કરવામાં આવી અને કાલથી આ પવિત્ર મહિનાની શરૂઆત થશે. આ તરફ રમઝાન ચાલુ થવા અંગે વડાપ્રધાન મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ શુભકામનાઓ પાઠવી હતી. 

ચાંદ દેખાયો: સમગ્ર દેશમાં કાલથી રમઝાનનો પવિત્ર મહિનો શરૂ, PM મોદીનું ટ્વીટ

નવી દિલ્હી : કોરોના વાયરસનો કહેર અને લોકડાઉન વચ્ચે મુસ્લિમોને રમઝાનનો પવિત્ર મહિનો કાલે શનિવારથી ચાલુ થઇ રહ્યો છે. આજે શુક્રવારે ચાંદ દેખાયો હતો. આ સાથે જ રમઝાનની જાહેરાત કરવામાં આવી અને કાલથી આ પવિત્ર મહિનાની શરૂઆત થશે. આ તરફ રમઝાન ચાલુ થવા અંગે વડાપ્રધાન મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ શુભકામનાઓ પાઠવી હતી. 

fallbacks

બીજા રાજ્યોમાં ફસાયેલા મજુરોને પરત લાવવાનો દીધો આદેશ, તંત્રએ તૈયારીઓ ચાલુ કરી

વડાપ્રધાન મોદીએ રમઝાન મહિનો ચાલુ થવા અંગે ટ્વીટ કરીને શુભકામનાઓ પાવી હતી. રમઝાન મુબારક હું તમામની સુરક્ષા અને કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરુ છું. આ પવિત્ર મહિનામાં તમે સાથ આપ્યો અને દયા, સદ્ભાવ અને કરૂણાની પ્રચુરતા લઇને આવ્યા. અણે કોરોનાની વિરુદ્ધ વિરુદ્ધ ચાલી રહેલી આ લડાઇમાં એક નિર્ણાયક જીત પ્રાપ્ત કરીશું અને એક સ્વસ્થય ગ્રહ બનાવીશું. 

શું ચીનને પરત કરવામાં આવશે PPE કીટ? સ્વાસ્થય મંત્રીએ આપ્યો સ્પષ્ટ જવાબ

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા કહ્યું કે, દરેક કોઇને રમઝાન મુબારક.હું રમઝાનનાં આ મહિનામાં તમામ માટે શાંતિ અને સારા સવાસ્થયની કામતા કરૂ છું. આ વખતે આ રમઝાન એવા સમયે પડી રહ્યું છે, જ્યારે દેશમાં કોરોનાના સંક્રણને અટકાવતું અટકાવવા માટે લોકડાઉન છે. આ પવિત્ર મહિના મુદ્દે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારોએ ખાસ્સી તૈયારી કરી છે. જમ્મુ કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ રમઝાન ચાલુ થવા અંગે લોકોને શુભકામના પાઠવી હતી. 

શું ચીનને પરત કરવામાં આવશે PPE કીટ? સ્વાસ્થય મંત્રીએ આપ્યો સ્પષ્ટ જવાબ

રમઝાન ચાલુ થતા જ નેતાઓ તરફથી શુભકામનાઓ પાઠવવાની સિલસિલો ચાલુ થઇ ચુક્યો છે. ઉત્તરપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ ટ્વીટ કરીને તમામને શુભકામના પાઠવી હતી. તેણે કહ્યું કે, તેઓ લોકોના સારા સ્વાસ્થયની કામના કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More