Home> India
Advertisement
Prev
Next

કોરોનાની દહેશત: મુંબઇમાં વિદેશથી પાછા ફરનારા પર કડક નજર, હાથ પર કરાય છે આ નિશાન

દેશભરમાં કોરોના વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. તેનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યો મહારાષ્ટ્ર અને કેરળ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 39 કેસ સામે આવી ચૂક્યા છે. કોરોના પીડિત એક 64 વર્ષના વ્યક્તિનું મોત પણ મહારાષ્ટ્રમાં થયું છે. કોરોનાને પહોંચી વળવા માટે મહારાષ્ટ્ર સરકારે ખાસ તૈયારીઓ કરી છે. જે હેઠળ મુંબઇમાં પ્રાઈવેટ કંપનીને પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરાવવાની સુવિધા આપવાનો આગ્રહ કર્યો છે. 

કોરોનાની દહેશત: મુંબઇમાં વિદેશથી પાછા ફરનારા પર કડક નજર, હાથ પર કરાય છે આ નિશાન

મુંબઇ: દેશભરમાં કોરોના વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. તેનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યો મહારાષ્ટ્ર અને કેરળ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 39 કેસ સામે આવી ચૂક્યા છે. કોરોના પીડિત એક 64 વર્ષના વ્યક્તિનું મોત પણ મહારાષ્ટ્રમાં થયું છે. કોરોનાને પહોંચી વળવા માટે મહારાષ્ટ્ર સરકારે ખાસ તૈયારીઓ કરી છે. જે હેઠળ મુંબઇમાં પ્રાઈવેટ કંપનીને પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરાવવાની સુવિધા આપવાનો આગ્રહ કર્યો છે. 

fallbacks

મોદી સરકારના મંત્રીનો કોરોના ટેસ્ટ આવ્યો નેગેટિવ, સ્વેચ્છાએ ઘરમાં થયા હતાં કેદ

આ ઉપરાંત વિદેશથી આવનારા લોકો પર નજર રાખવામાં આવી રહી છે. વિદેશથી પાછા ફરનારા ભારતીયોના હાથ પર એક થપ્પો લગાવવામાં આવી રહ્યો છે. જેનાથી તેમનો ખ્યાલ રાખવામાં આવી શકે અને લોકો પણ અલર્ટ રહે. 

મુંબઇ મહાનગર પાલિકાએ પોતાના ટ્વીટર હેન્ડલથી આ થપ્પાના કેટલાક ફોટા શેર કર્યા છે. જેમાં લખ્યું છે- પ્રાઉડ ટુ પ્રોટેક્ટ મુંબઇકર, હોમ ક્વારંટાઈન. આ સાથે જ 30 માર્ચ 2020ની તારીખ પણ  લખવામાં આવી છે. અત્રે જણાવવાનું કે વિદેશથી આવનારા લોકોને 30 માર્ચ સુધી હોમ ક્વારંટાઈનમાં રાખવામાં આવશે. તેમને કોઈને પણ મળવાની મંજૂરી અપાઈ નથી. 

MPમાં ફ્લોર ટેસ્ટ કરાવવા મામલે સુપ્રીમે કમલનાથ સરકાર અને સ્પીકરને ફટકારી નોટિસ

કોરોનાને હરાવવા માટે BMCએ કસી કમર
કોરોના વાઇરસના ચેપને ફેલાતો અટકાવવા માટે મુંબઇ મહાનગર પાલિકા (BMC)એ કમર કસી છે. BMCએ એક એડવાઈઝરી બહાર પાડીને લોકોને બિનજરૂરી રીતે ઘર બહાર ન નિકળવાની અને પબ્લિક પ્લેસ પર ન જવાની સલાહ આપી છે. એડવાઝરીમાં પ્રાઈવેટ કંપનીઓને પોતાના વધુમાં વધુ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા આપવાના નિર્દેશ આપ્યા છે. BMCએ કહ્યું કે ભારત સરકારે 50 ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સલાહ આપી છે. આ આદેશનું પાલન નહીં કરનારી કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. 

નિર્દેશોનું પાલન ન થાય તો થઈ શકે સજા
એડવાઈઝરીમાં કહેવાયું છે કે સરકારે કોરોનાને મહામારી જાહેર કરી છે. આ અંગેના દિશા નિર્દેશોનું પાલન નહીં કરનારા લોકોને કલમ 1897(EPIDEMIC DISEASES ACT, 1897)  હેઠળ 6 મહિનાની જેલની સજા થઈ શકે છે. અત્રે જણાવવાનું કે મુંબઈ પોલીસે પહેલેથી ગ્રુપ ટુર પર રોક લગાવી છે. આ રોક કલમ 144 હેઠળ લગાવવામાં આવી છે. 

નાગપુરમાં કલમ 144 લાગુ!
આ બાજુ નાગપુરમાં પોલીસ તરફથી એક નોટિસ બહાર પાડીને કહેવાયું છે કે બિનજરૂરી ભીડ જમા કરાવવા પર આઈપીસીની કલમ 144 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. પોલીસ તરફથી બહાર પાડવામાં આવેલી નોટિસમાં કહેવાયું છે કે દેશ અને દુનિયામાં કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે. અને આ એક ચેપી બીમારી છે. તેની રોકથામ માટે સરકારે નાગપુરમાં કલમ 1897 લાગુ કરી દીધી છે. આવામાં જો કોઈ સભા, લોકોને ભેગા કરવાનું કામ કરે તો તેના પર કડક કાર્યવાહી થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More