Home> India
Advertisement
Prev
Next

શું થૂંકની પોટલીઓ ફેંકીને કોરોના ફેલાવવાનું થઈ રહ્યું છે ભયંકર ષડયંત્ર?

દુનિયામાં કોરોના વાયરસ કેર વર્તાવી રહ્યો છે. આ બાજુ કોચિંગ સિટીના નામથી જાણીતા કોટામાં કેટલીક મહિલાઓ અલગ અલગ કોલોનીઓમાં ઘૂમતા ઘૂમતા ગાડીઓ અને ઘરોમાં થૂંકતી જોવા મળી. 

શું થૂંકની પોટલીઓ ફેંકીને કોરોના ફેલાવવાનું થઈ રહ્યું છે ભયંકર ષડયંત્ર?

નવી દિલ્હી: દુનિયામાં કોરોના વાયરસ કેર વર્તાવી રહ્યો છે. આ બાજુ કોચિંગ સિટીના નામથી જાણીતા કોટામાં કેટલીક મહિલાઓ અલગ અલગ કોલોનીઓમાં ઘૂમતા ઘૂમતા ગાડીઓ અને ઘરોમાં થૂંકતી જોવા મળી. 

fallbacks

કોટામાં આ થૂંકનારી મહિલાઓ કોણ?

શહેરના વલ્લભ વાડી વિસ્તારમાંથી પોલીસને અનેક ફરિયાદો મળ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી. જેમાં અનેક સીસીટીવી ફૂટેજમાં આ મહિલાઓ જોવા મળી. આમાંથી કેટલીક મહિલાઓ તો માત્ર થૂંકતી જ નહતી પરંતુ તે મહિલાઓ પોલિથીન બેગમાં થૂંક ભરીને અન્ય ઘરોમાં નાખતી પણ જોવા મળી. 

કોરોના ફેલાવવાનું ષડયંત્ર કે પછી કઈ બીજુ?
આ સીસીટીવી ફૂટેજ બાદ કોરોના વાયરસને લઈને લોકો એટલા ડરી ગયા કે લોકો તેને કોરોનાનો ચેપ ફેલાવવાનું ષડયંત્ર ગણાવવા લાગ્યાં. જો કે ફરિયાદ બાદ તપાસ તાબડતોબ શરૂ કરાઈ અને સમગ્ર વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવ્યો. આ બધા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મોટો નિર્ણય પણ લઈ લીધો. 

કોરોના સંક્રમણ પર સ્વાસ્થ્ય મંત્રાલયની રાજ્યોને એડવાઈઝરી
પાન-ગુટખા થૂંકવા અને ધુમ્રપાનથી પણ કોરોનાના સંક્રમણનું જોખમ
સાર્વજનિક જગ્યાઓ પર થૂંકવા અને ધુમ્રપાન કરવા પર રોક
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 10 એપ્રિલે તમામ રાજ્યોને લખ્યો હતો પત્ર
ધુમ્રપાન અને થૂંકવાથી સંક્રમણ પર જાગરૂકતા અભિયાનની સલાહ

અત્રે જણાવવાનું કે કોટાનો આ એકમાત્ર કિસ્સો છે એવું નથી. આ ઉપરાંત પણ એક વધુ વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે એક જમાતી મહિલા કોરોની હોસ્પિટલ NMCHમાં એક જમાતી મહિલા હોસ્પિટલની મહિલા સ્ટાફને કોરોના ફેલાવવાના હેતુથી સ્પર્શવાની કોશિશ કરી રહી છે. 

આમ છતાં લોકોમાં  જાગરૂકતા ફેલાવવાની જગ્યાએ ચિત્ર વિચિત્ર હરકતો સામે આવી રહી છે. કોટા શહેરમાં કોરોના વાયરસના સંક્રમણના બે પ્રમુખ હોટસ્પોટ બન્યા છે. જેમાં ભીમગંજ મંડી અને કબરા પોલીસ સ્ટેશન હદમાં કોરોના વાયરસનું સંક્રમણ સૌથી વધુ છે. અત્યાર સુધીમાં અહીંથી કોરોનાના 40 દર્દીઓ નીકળ્યા છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More