Home> India
Advertisement
Prev
Next

Corona Update: દેશમાં કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, 24 કલાકમાં એક લાખથી વધુ કેસ, 11 રાજ્યોની સ્થિતિ ચિંતાજનક

દેશમાં કોરોના વાયરસ (Corona Virus) બેકાબૂ બન્યો છે. નવી લહેર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો માટે મોટો પડકાર બની રહી છે. દેશમાં પહેલીવાર 24 કલાકની અંદર એક લાખથી વધુ કોરોના (Corona) ના નવા કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. જ્યારે 478 લોકોના એક જ દિવસમાં કોરોનાથી મોત થયા છે. આ આંકડા ખરેખર ડરામણા છે. આ અગાઉ દેશમાં 16 સપ્ટેમ્બર 2020ના રોજ કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હતા. ત્યારે એક જ દિવસમાં 67,894 કેસ નોંધાયા હતા. 

Corona Update: દેશમાં કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, 24 કલાકમાં એક લાખથી વધુ કેસ, 11 રાજ્યોની સ્થિતિ ચિંતાજનક

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) બેકાબૂ બન્યો છે. નવી લહેર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો માટે મોટો પડકાર બની રહી છે. દેશમાં પહેલીવાર 24 કલાકની અંદર એક લાખથી વધુ કોરોના (Corona) ના નવા કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. જ્યારે 478 લોકોના એક જ દિવસમાં કોરોનાથી મોત થયા છે. આ આંકડા ખરેખર ડરામણા છે. આ અગાઉ દેશમાં 16 સપ્ટેમ્બર 2020ના રોજ કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હતા. ત્યારે એક જ દિવસમાં 67,894 કેસ નોંધાયા હતા. 

fallbacks

છેલ્લા 24 કલાકમાં 1 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,03,558 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસની સંખ્યા 1,25,89,067 થઈ છે. જેમાંથી 1,16,82,136 રિકવર થયા છે જ્યારે 7,41,830 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ 478 લોકોનો ભોગ લીધો છે. કોરોનાથી દેશમાં કુલ મૃત્યુનો આંકડો 1,65,101 પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 7,91,05,163 લોકોને રસી આપવામાં આવી છે. 

આ બે રાજ્યોમાં સ્થિતિ બેકાબૂ
મહારાષ્ટ્ર (Maharashtra) અને પંજાબ (Punjab) દેશના બે એવા રાજ્યો છે જ્યાં છેલ્લા પખવાડિયાથી કોરોના વાયરસ (Corona Virus) સંક્રમણના સૌથી વધુ દૈનિક કેસ સામે આવી રહ્યા છે. અધિકૃત દસ્તાવેજોથી આ જાણકારી મળી છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે કેબિનેટ સચિવની બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજુ કરાયેલા દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું છે કે આ બંને રાજ્યો એ પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સામેલ છે જ્યાં દૈનિક કેસોની તેમની જૂની ચરમ સંખ્યાથી પણ વધુ કેસ નોંધાયા છે. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચંડીગઢ, છત્તીસગઢ અને ગુજરાત પણ સામેલ છે. 

11 રાજ્યોની સ્થિતિ ખુબ ગંભીર
મહારાષ્ટ્રમાં 23 માર્ચ સુધી અંતિમ સાત દિવસમાં દૈનિક કેસની વૃદ્ધિનો દર 3.6 ટકા અને પંજાબમાં 3.2 ટકા નોંધાયો. મહારાષ્ટ્રમાં 31 માર્ચ પહેલાના બે સપ્તાહમાં 4,26,108 કેસ સામે આવ્યા છે. જ્યારે આ સમયગાળામાં પંજાબમાં 35,754 કેસ નોંધાયા છે. જ્યારે આ બે સપ્તાહમાં 31 માર્ચ સુધીમાં દેશમાં સંક્રમણના કારણે માર્યા ગયેલા લોકોમાંથી 60 ટકા દર્દીઓના મોત મહારાષ્ટ્ર અને પંજાબમાં જ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ 11 રાજ્યોમાં મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, ચંડીગઢ, ગુજરાત (Gujarat) , મધ્ય પ્રદેશ, તામિલનાડુ, દિલ્હી અને હરિયાણા સંક્રમણના નવા કેસ અને ઉચા મૃત્યુદરના કારણે 'ગંભીર ચિંતાજનક' સ્થિતિવાળા રાજ્યોમાં સામેલ છે. આ રાજ્યોમાંથી 14 દિવસોમાં 31 માર્ચ સુધીમાં કોવિડ 19ના 90 ટકા કેસ સામે આવ્યા છે. જ્યારે 90.5 ટકા લોકોના મોત થયા છે. 

70 ટકા ટેસ્ટ RT-PCR દ્વારા થાય
આ રાજ્યોને ખાસ કરીને તપાસ વધારવા અને સંક્રમણ (Corona Virus) નો દર પાંચ ટકા કે તેનાથી નીચો સુનિશ્ચિત કરવાનું કહેવાયું છે. રાજ્યોને 70 ટકા તપાસ આરટીપીસીઆર માધ્યથી કરવાનું તથા તપાસના પરિણામ જલદી આપવાની સલાહ અપાઈ છે. આ બાજુ દર્દીઓના મોત રોકવા માટે રાજ્યોને જાહેર અને ખાનગી સ્વાસ્થ્ય દેખભાળ સુવિધાઓને વધુ મજબૂત કરવાની સલાહ અપાઈ છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહેવાયું છે કે તેઓ રસીકરણ પાત્ર લોકોને 100 ટકા રસીકરણ સુનિશ્ચિત કરે અને રસીના પૂરતા ડોઝ રાખવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સાથે સમન્વય જાળવી રાખે. 

Covid-19: સરકાર હવે આકરા પાણીએ, કોરોનાનો એક દર્દી મળશે તો 20 ઘર સીલ, 2 કેસ મળે તો...

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More