મુંબઈઃ કોરોના વાયરસ (Coronavirus)ના લક્ષણ મુંબઈની તાજ હોટલના 6 કર્મચારીઓમાં જોવા મળ્યા છે. બાદમાં આ તમામ કર્મચારીઓમાં સંક્રમણ ન ફેલાય તેને જોતા તમામને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. તમામને મુંબઈના મરીન લાઇન સ્થિત બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હોસ્પિટલોના ડોક્ટરો પ્રમાણે કર્મચારીઓમાં COVID-19ના લક્ષણ જોવા મળ્યા છે. ત્યારબાદ શનિવારે સાંજે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તમામની સ્થિતિ સ્થિર છે.
તમને જણાવી દઈએ કે આ સમયે મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ મામલા રાજધાની મુંબઈમાં છે. માત્ર મુંબઈમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1146 છે, જેની સારવાર અલગ-અલગ હોસ્પિટલમાં ચાલી રહી છે.
હકીકતમાં, થોડા દિવસ પહેલા તાજ હોટલ તરફથી કહેવામાં આવ્યું હતું કે જે ડોક્ટર કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યાં છે, તે આ હોટલમાં રહી શકે છે. ત્યારબાદ ઘણા ડોક્ટર અને નર્સ આ હોટલમાં આવીને રોકોયા હતા. તેવામાં હોટલના 6 કર્મચારીઓનો કોરોના પોઝિટવ આવ્યો તે ચિંતાનો વિષય છે. મહત્વનું છે કે હોટલે પોતાના 500થી વધુ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે