નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus) ના કેસ દેશમાં સતત વધી રહ્યા છે. જો કે રાહતની બાબત છે કે, કોરોનાને કારણે મૃત્યુદર (CFR) ઘટ્યો છે. પહેલી વાર દેશમાં મૃત્યુદર 2.5%થી નીચે આવ્યો છે. 29 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મૃત્યુદર રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓથો નોંધાયો છે. તેમાં ઉત્તરપ્રદેશનો પણ સમાવેશ થાય છે.
ટ્વીટર પર પીએમ મોદીને વધુ એક સફળતા, ફોલોઅર્સની સંખ્યા થઈ 60 મિલિયન
સ્વાસ્થય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ અનુસાર હોસ્પિટલાઇઝ્ડ કેસનાં પ્રભાવી ક્લિનિકલ મેનેજમેન્ટના મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોના કારણે એવુ શક્ય નથી બન્યું કે, ભારતમાં મૃત્યુ દર 2.5% થી નીચે પહોંચ્યો હોય. પ્રભાવી કન્ટેઇનમેન્ટ સ્ટ્રેટેજી, આક્રમક ટેસ્ટિંગ અને સ્ટાન્ડર્ડ ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલ્સના કારણે મોતનો આંકડામાં ઘટાડો નોંધાયો છે.
PHOTOS: ભારે વરસાદથી દિલ્હી બેહાલ, મિન્ટો રેલવે બ્રિજ નીચે પાણી ભરાયા, એકનું મોત
કોરોનાનો મૃત્યુદર ઝડપથી ઘટી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં ભારત એવા દેશમાં છે જ્યાં કોરોનાને કારણે મૃત્યુદર સૌથી ઓછા સમાચાર છે. દેશમાં કોરોથી મૃત્યુદર ઝડપથી ઘટી રહ્યો છે, જે હાલ 2.49% છે. સ્વાસ્થય મંત્રાલયના અનુસાર ટેસ્ટિંગ વધારવા અને હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબુત બનવાને કારણે આ શક્ય બન્યું છે.
રાહુલ ગાંધીએ ગણાવ્યા ભાજપના ત્રણ 'જૂઠ', કહ્યુ- જલદી ભ્રમ તૂટશે અને કિંમત ભારતે ચુકવવી પડશે
અનેક રાજ્યોએ પોપ્યુલેશન સર્વે કર્યા જેના કારણે નાગરિકોમાં એવા લોકોની ઓળખ થઇ શકે જેમાં મહામારીને ઝપટે ચડી જવાની શક્યતા મહત્તમ હોય. જેના હેઠળ વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને એવા લોકોની ઓળખ કરવામાં આવી જેમણે પહેલાથી જ અનેક બિમારીઓ હતી. તેમને હાઇરિસ્ક પોપ્યુલેશનને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા. ત્યાં શરૂઆતી તબક્કામાં બિમારીની ભાળ મેળવવા અને યોગ્ય સમયે સારવાર આપીને જીવન બચાવી શકાય. 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મૃત્યુદર રાષ્ટ્રીય સરેરાશ 2.49 % કરતા પણ ઓછો છે. 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મૃત્યુદર 0 છે. બીજી તરફ 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મૃત્યુદર 1 ટકા કરતા પણ ઓછો છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે