Home> India
Advertisement
Prev
Next

મુંબઈમાં ફેલાયો કોરોનાનો ડર, સિદ્ધિવિનાયક મંદિરમાં શ્રદ્ધાળુઓની એન્ટ્રી બંધ


મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં શ્રદ્ધાળુઓની એન્ટ્રી રોકી દેવામાં આવી છે. કોરોના વાયરસના વધતા ખતરાને જોતા આ પગલું ભરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના અત્યાર સુધી 38 કેસ સામે આવ્યા છે. 
 

 મુંબઈમાં ફેલાયો કોરોનાનો ડર, સિદ્ધિવિનાયક મંદિરમાં શ્રદ્ધાળુઓની એન્ટ્રી બંધ

મુંબઈઃ કોરોનાનો કહેવ હવે ભગવાનના ભક્તોને પણ ડરાવવા લાગ્યો છે. મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરને પણ આગામી નોટિસ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. જાણકારી પ્રમાણે, સોમવારે સાંજે 7 કલાકથી સિદ્ધિવિનાયક મંદિરને બંધ કરવામાં આવી રહ્યું છે. મંદિર ક્યારે ખુલશે તે વિશે સૂચના બાદમાં આપવામાં આવશે. મુંબઈનું આ મંદિર ભીડવાળા વિસ્તારમાં આવે છે, તેવામાં કોરોના વાયરસના ખતરાને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

fallbacks

મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ 38 મામલા સામે આવ્યા બાદ રાજ્યભરમાં હડકંપ મચી ગયો છે. તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. હવે રાજ્યસરકાર પણ પ્રયાસ કરી રહી છે કે યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ ટાળી દેવામાં આવે. આ સિવાય પંચાયત અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ત્રણ મહિના માટે ટાળી દેવામાં આવી છે. 

કોરોના વાયરસઃ મહારાષ્ટ્રમાં પાંચ નવા કેસ આવ્યા સામે, દેશમાં કુલ આંકડો 116 પર પહોંચ્યો

વધી રહી છે દર્દીઓની સંખ્યા
રાજ્યમાં કોરોનાના સૌથી વધુ મામલા અત્યાર સુધી પુણેમાં આવ્યા છે પરંતુ ધીમે-ધીમે મુંબઈમાં કોરોના પોઝિટિવ આવતા લોકોની સંખ્યા વધી રહી છે, જેથી સરકાર અને તંત્ર પણ ચિંતિત છે. મુંબઈ પોલીસે પહેલા જ કલમ 144 લાગૂ કરીને ગ્રુપ ટૂર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યાં સુધી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝે પણ તમામ શૂટિંગ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 

મહારાષ્ટ્રમાં કોરોના ક્યાં, કેટલો કહેર
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી પુણેમાં 16, મુંબઈમાં 8, નાગપુરમાં 4, રાયગડ, નવી મુંબઈ અને યવતલામમાં 3, કલ્યાણ, ઔરંગાબાદ, અહમદનગર, ઠાણેમાં એક-એક પીડિતો સામે આવ્યા છે. બીજીતરફ મુંબઈ પોલીસે અબરાર મુશ્તાક નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. તેના પર આરોપ હતો કે તેણે એક મહિનાને સર્જિકલ માસ્ક વેચવાના નામ પર 4 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More