નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેર ધીમી પડવાની સાથે ચોથી લહેરની ભવિષ્યવાણી સામે આવી ગઈ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે દેશમાં કોરોના વાયરસની ચોથી લહેર 22 જૂનની આસપાસ શરૂ થઈ શકે છે. ચોથી લહેરની અસર 24 ઓક્ટોબર સુધી યથાવત રહી શકે છે. ચોથી લહેરની ગંભીરતા, કોરોના વાયરસના નવા વેરિએન્ટ સામે આવવા પર નિર્ભર કરશે.
15થી 31 ઓગસ્ટ સુધી હશે પીક
કોરોનાની ચોથી લહેરમાં બૂસ્ટર ડોઝની સાથે વેક્સીનેશનની સ્થિતિ ખુબ મહત્વપૂર્ણ રહેશે. આઈઆઈટી કાનપુરના સંશોધકોએ કહ્યું કે, કોવિડ-19ની ચોથી લહેર ઓછામાં ઓછા ચાર મહિના સુધી ચાલશે. આ આંકડાકીય ભવિષ્યવાણી 24 ફેબ્રુઆરીએ પ્રીન્ટિંગ સર્વર MedRxiv પર પબ્લિશ થઈ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ચોથી કહેરનો કર્વ 15 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી પીક પર પહોંચી જશે. ત્યારબાદ તેમાં કમી આવવાનું શરૂ થશે.
આ પણ વાંચોઃ વ્લાદિમીર પુતિનની જિદ ભારતને પહોંચાડશે સૌથી વધુ નુકસાન, જાણો શું થશે અસર
ત્રીજીવાર કોરોના લહેરની ભવિષ્યવાણી
આ ત્રીજીવાર છે જ્યારે આઈઆઈટી કાનપુરના સંશોધકોએ દેશમાં કોવિડ-19 લહેરની ભવિષ્યવાણી કરી છે. તેની ભવિષ્યવાણીઓ, વિશેષ રૂપથી ત્રીજી લહેર વિશે લગભગ સટીક રહી છે. આ રિસર્ચ આઈઆઈટી કાનપુરના મેથેમેટિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક ડિપાર્ટમેન્ટના એસપી રાજેશભાઈ, સુભરા શંકર ધર અને શલભે કરી હતી. પોતાની ભવિષ્યવાણી માટે ટીમે આંકડાકીય મોડલનો ઉપયોગ કરતા કહ્યું કે, કોરોનાની ચોથી લહેર કોરોના મહામારીની શરૂઆતથી આશરે 936 દિવસ બાદ આવી શકે છે.
બૂટસ્ટ્રેપ મેથડનો કર્યો ઉપયોગ
તેવામાં ચોથી લહેર (અનુમાનિત) 22 જૂનથી શરૂ થઈ શકે છે. તે 23 ઓગસ્ટે પોતાની પીક પર પહોંચશે અને 24 ઓક્ટોબરે સમાપ્ત થઈ જશે. ટીમે ચોથી લહેરના પીકના સમય બિંદુના ગેપની ગણતરી માટે બૂટસ્ટ્રેપ નામની એક મેથડનો પ્રયોગ કર્યો છે. તેમણે કહ્યું કે, આ મેથડનો ઉપયોગ અન્ય દેશોમાં પણ ચોથી અને અન્ય લહેરની ભવિષ્યવાણી માટે કરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે