Home> India
Advertisement
Prev
Next

Coronavirus: કોરોના પર સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક, લોકોને કરી આ ખાસ અપીલ

Corona Virus: કોરોનાએ એકવાર ફરીથી ચિંતાતૂર કરી મૂક્યા છે. જાપાન, દક્ષિણ  કોરિયા, બ્રાઝિલ, ચીન, અમેરિકા જેવા દેશોમાં કોવિડ-19ના કેસમાં હાલના સમયમાં થયેલા વધારા વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં મહામારીની સ્થિતિની સમીક્ષા કરી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે ટોચના અધિકારીઓ અને વિશેષજ્ઞો સાથે મહામારીની સ્થિતિ પર સમીક્ષા બેઠક યોજી. 

fallbacks

આ બેઠકમાં નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલ, કોવિડ-19 વર્કિંગ ગ્રુપ NTAGI ડો. એન કે અરોડા, ICMR ના ડીજી ડો. રાજીવ બહલ સહિત સ્વાસથ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. અત્રે જણાવવાનું કે મંગળવારે કેન્દ્રએ રાજ્યોને કોવિડના પોઝિટિવ મામલાઓના જીનોમ સિક્વેન્સિંગના નિર્દેશ આપ્યા હતા. તેનાથી જાણવા મળશે કે દેશમાં કોરોનાનો નવો વેરિએન્ટ તો નથી ને. ભારત પર હાલ જો કે કોઈ પણ પ્રકારના જોખમનો હેલ્થ એક્સપર્ટ્સ ઈન્કાર કરી રહ્યા છે. જો કે એક્સપર્ટ્સે તમામને સાવધાની વર્તવાની સલાહ આપી છે. 

શું કહ્યું સ્વાસ્થ્ય મંત્રીએ
ચીનમાં કોરોના વાયરસથી મચી રહેલા હાહાકાર વચ્ચે સરકારે જોખમ પર આ અલર્ટ આપ્યું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોવિડ અંગે દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. જેમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર  કલ્યાણ રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવાર પણ હાજર રહ્યા. માંડવિયાએ બેઠક બાદ કહ્યું કે કોરોના હજુ ખતમ થયો નથી. તેનું જોખમ યથાવત છે. તેમણે જણાવ્યું કે ચીનમાં બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને એક્સપર્ટ્સ સાથે બેઠક કરવામાં આવી. કોવિડ પર નિગરાણી વધારવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. સરકાર દરેક પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More