નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનો કોહરામ ચાલુ છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડેલા આંકડા મુજબ ભારતમાં કોરોના સંક્રમણના કેસ વધીને 81,970 થયા છે. જેમાંથી 51,401 લોકો હજુ પણ કોરોના પોઝિટિવ છે. જ્યારે સારવાર બાદ 27,920 લોકો સાજા થઈને ઘરે ગયા છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 2649 લોકોએ જીવ ગુમાવ્યાં છે.
શ્રમિકો ભરેલી ટ્રકની ખાલીખમ બસ સાથે ભીષણ ટક્કર, આઠના દર્દનાક મોત, 55 ઘાયલ
મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 3967 કેસ સામે આવ્યાં છે. જ્યારે 100 લોકોના મોત થયા છે. કોરોનાએ દેશમાં સૌથી વધુ પ્રકોપ મહારાષ્ટ્રમાં દેખાડ્યો છે. જ્યાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 27524 થઈ છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 1602 નવા કેસ આવ્યા છે. અને 44 લોકોના મોત થયા છે.
સ્પેશિયલ ટ્રેનથી બેંગલુરુ પહોંચેલા 19 લોકોને કર્ણાટક સરકારે પાછા મોકલી દીધા, જાણો કારણ
દેશની આર્થિક રાજધાની મુંબઈમાંમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 16,738 થઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાથી 25 લોકોના મૃત્યુ થયા છે. શહેરમાં કોરોનાથી અત્યાર સુધીમાં 621 લોકોએ જીવ ગુમાવ્યાં છે.
જુઓ LIVE TV
મુંબઈના હોટ સ્પોટ ધારાવીમાંથી એક જ દિવસમાં કોરોનાના નવા 33 કેસ સામે આવ્યાં છે. ધારાવીમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 1061 થઈ છે. ધારાવીમાં છેલ્લા 24 કલાકમાં 9 લોકોના મોત થયા છે. ઝડપથી ફેલાતા કોરોનાના ચેપે મહારાષ્ટ્ર સરકારના હોશ ઉડાવી દીધા છે. કહેવાય છે કે રાજ્યમાં લોકડાઉન 31મી મે સુધી લંબાવાઈ શકે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે