Home> India
Advertisement
Prev
Next

દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 78 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 650 લોકોનું મૃત્યુ

દેશમાં કોરોના કહેર યથાવત છે. ભારતમાં કોરોના વાયરસથી 78 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે. ત્યારે અત્યાર સુધીમાં 1 લાખ 12 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવાર સવારે જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 57,370 નવા કેસ સામે આવ્યા છે અને તે દરમિયાન 650 લોકોના મોત નિપજ્યા છે.

દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 78 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 650 લોકોનું મૃત્યુ

નવી દિલ્હી: દેશમાં કોરોના કહેર યથાવત છે. ભારતમાં કોરોના વાયરસથી 78 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે. ત્યારે અત્યાર સુધીમાં 1 લાખ 12 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવાર સવારે જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 57,370 નવા કેસ સામે આવ્યા છે અને તે દરમિયાન 650 લોકોના મોત નિપજ્યા છે.

fallbacks

આ પણ વાંચો:- સમુદ્રમાં ચીનને જવાબ આપવાની જોરદાર તૈયારી, ભારતે 2 દિવસમાં લોન્ચ કર્યા ખતરનાક હથિયાર

ત્યારબાદ દેશમાં પણ કોરોના સંક્રમિતોનો આંકડો વધીને 78,14,682 પર પહોંચી ગયો છે. તેમાંથી 70,16,046 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે અને લોકોના સંક્રમણ મુક્ત થયાનો રાષ્ટ્રીય દર 89.78 ટકા થઈ ગયો છે. ત્યારે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 6,80,680 છે, જે કુલ કેસના 8.71 ટકા છે. આઇસીએમઆર જણાવ્યા અનુસાર, 23 ઓક્ટબર સુધી કુલ 10,13,82,564 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી શુક્રવારે 12,69,479 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More