Home> India
Advertisement
Prev
Next

Coronavirus: ગત 5 દિવસમાં બીજીવાર નોંધાયા 50 હજારથી ઓછા કેસ, 24 કલાકમાં થયા 1,183 મોત

ગત 24 કલાકમાં વાયરસથી 1,183 લોકોના મોત થયા છે, તેનાથી દેશમાં કુલ મોતની સંખ્યા 3,94,493 થઇ ગઇ છે. 

Coronavirus: ગત 5 દિવસમાં બીજીવાર નોંધાયા 50 હજારથી ઓછા કેસ, 24 કલાકમાં થયા 1,183 મોત

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) ના 48,698 નવા કેસ સામે આવ્યા બાદ કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3,01,83,143 થઇ ગયા છે. તો ગત 24 કલાકમાં વાયરસથી 1,183 લોકોના મોત થયા છે, તેનાથી દેશમાં કુલ મોતની સંખ્યા 3,94,493 થઇ ગઇ છે. 

fallbacks

કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર શુક્રવારે 64,818 સંક્રમિત કોરોનાથી રિકવર થયા હતા. ત્યારબાદ કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા 2,91,93,085 થઇ ગઇ છે. 

તમને જણાવી દઇએ કે એક્ટિવ કેસ (Coronavirus Active Case) ની કુલ સંખ્યા 5,95,565 છે. 86 દિવસ બાદ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6 લાખથી ઓછી થઇ છે. એક્ટિવ કેસ કુલ રજિસ્ટર્ડ કેસના 1.97 ટકા છે. 

ગત 24 કલાકમાં આટલા લોકોને આપવામાં આવી વેક્સીન
અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસની 61,19,169 વેક્સીન લગાવવામાં આવી, ત્યારબાદ કુલ વેક્સીનેશન (Vaccination) નો આંકડો 31,50,45,926 થઇ ગયો છે. 

પોઝિટિવિટી રેટ 19 દિવસ બાદ પણ 5 ટકાથી ઓછો 
જાણી લો કે દેશમાં સંક્રમિતોનો રિકવરી રેટ (Recovery Rate) વધીને 96.72 ટકા થઇ ગયો છે. તો બીજી તરફ પોઝિટિવિટી રેટ (Positivity Rate) ઘટીને 2.97 ટકા થઇ ગયો છે. સતત 19 દિવસ બાદ પણ પોઝિટિવિટી રેટ ઘટીને 5 ટકાથી ઓછો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More