નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ લૉકડાઉન પાર્ટ ટૂને પહેલાથી વધુ કડક ગણાવ્યું પરંતુ સાથે કહ્યું કે, જે વિસ્તારમાં કોરોના કંટ્રોલમાં હશે, ત્યાં 20 એપ્રિલથી ઢીલ મળશે. આ માટે તેમણે કેટલિક શરતો રાખી છે.
લૉકડાઉનમાં છૂટ માટે મોદીની શરતો
પીએમ મોદીએ દેશમાં લૉકડાઉન 3 મે સુધી વધારવાની જાહેરાત કરી છે, પરંતુ આ સાથે તેમણે કહ્યું કે, કેટલાક વિસ્તારોમાં 20 એપ્રિલથી ઢીલ આપવામાં આવશે. આ માટે તેમણે શરતો રાખી છે. તેમણે કહ્યું, 20 એપ્રિલ સુધી દરેક ગામ, જિલ્લા અને રાજ્યનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવશે. ત્યાં લૉકડાઉનનું કેટલું પાલન કરવામાં આવ્યું છે, તેણે કોરોનાથી ખુદને કેટલા બચાવ્યા છે, તેનું મૂલ્યાંકન કરવામાં આવશે.
20 એપ્રિલથી આવા વિસ્તારમાં છૂટ
તેમણે કહ્યું કે, જે આ અગ્નિપરીક્ષામાં સફળ થશે, જે પોતાના હોટસ્પોટ વધવા દેશે નહીં અને જેની હોટસ્પોટમાં બદલવામાં ઘટાડો થશે, ત્યાં 20 એપ્રિલથી કેટલિક જરૂરી ગતિવિધિઓની મંજૂરી અને છૂટછાટ આપવામાં આવશે.
20 એપ્રિલથી છૂટ મળશે, પરંતુ શરતો લાગૂ
પીએમ મોદીએ કહ્યું કે, કોરોનાને રોકવા માટે જે વિસ્તારમાં છૂટની મંજૂરી આપવામાં આવશે, ત્યાં કેટલિક શરતો લાગશે. આ વિસ્તારમાં બહાર નિકળવાના નિયમ ખુબ કડક બનાવવામાં આવશે.
દેશમાં હવે 3 મે સુધી લૉકડાઉન, વાંચો વડાપ્રધાનના સંબોધનની મોટી વાતો
... તો પરત લઈ લેવામાં આવશે છૂટ
પીએમે કહ્યું કે, જો કોરોના તે વિસ્તારમાં પરત આવે તો મંજૂરી પરત લઈ લેવામાં આવશે, તેમણે 20 એપ્રિલથી છૂટ હેઠળ આવનારા વિસ્તારના લોકોને કહ્યું કે, આ દરમિયાન કોઈ બેદરકારી કરવાની નથી, ન કોઈને બેદરકારી કરવા દેવાની નથી.
પીએમે કહ્યું કે, મંગળવારે સરકાર આ વિશે જરૂરી ગાઇડલાઇન જારી કરશે. તેમણે કહ્યું, 20 એપ્રિલથી આ મર્યાદિત છૂટની જોગવાઇ ગરીબોને થઈ રહેલી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. મોદીએ કહ્યું કે, તેમની સર્વોચ્ય પ્રાથમિકતા તેમના જીવનમાં આવેલી મુશ્કેલીને ઓછી કરવાની છે. મોદીએ જણાવ્યું કે, નવી ગાઇડલાઇન બનાવવામાં તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. રવિ પાકને લણવાને ધ્યાનમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર તેને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે યોજના બનાવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે