Home> India
Advertisement
Prev
Next

મુરાદાબાદમાં મેડિકલ ટીમ પર જીવલેણ હુમલો કરનારાઓને પોલીસે દબોચ્યા, NSA હેઠળ થશે કાર્યવાહી

મુખ્યમંત્રી યોગી કોરોના ફાઈટર્સ પર થયેલા હુમલાને લઈને ખુબ ગુસ્સામાં છે. તેમણે ગુનેહગારો સામે નેશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ આકરી કાર્યવાહીના આદેશ આપ્યા છે અને નુકસાનની ભરપાઈ પણ તેમની પાસેથી જ કરવા જણાવ્યું છે. 

મુરાદાબાદમાં મેડિકલ ટીમ પર જીવલેણ હુમલો કરનારાઓને પોલીસે દબોચ્યા, NSA હેઠળ થશે કાર્યવાહી

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં કોરોના તપાસ માટે ગયેલી મેડિકલ ટીમ પર થયેલા ઘાતક હુમલા મામલે 17 લોકોની ધરપકડ થઈ છે. આ મામલે એફઆઈઆર પણ દાખલ થઈ છે. પોલીસનું કહેવું છે કે ડ્રોન કેમેરાની મદદથી પકડાયેલા લોકોની ઓળખ કરાઈ હતી. ઘટનાસ્થળ પાસે મહિલાઓ અને પુરુષો ધાબેથી પથ્થરમારો કરતા જોવા મળ્યા હતાં. 

fallbacks

યોગી આદિત્યનાથે સમગ્ર ઘટનાક્રમ પર ખુબ નારાજગી વ્યક્ત કરી છે. સીએમ યોગીએ આરોપીઓ વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) લગાવવાના આદેશ આપ્યા છે. સીએમના આદેશ મુજબ નુકસાનની ભરપાઈ પણ આરોપીઓ પાસેથી કરવામાં આવશે.

જુઓ LIVE TV

આ ઘટનામાં ઘાયલ થયેલા ડોક્ટર એસ સી એગ્રવાલે સમાચાર એજન્સી એએનઆઈને નિવેદન આપ્યું કે તેઓ મુરાદાબાદના નવાબપુરામાં કોવિડ 19ના દર્દીના પરિવારના 4 લોકોને ક્વોરન્ટાઈનમાં રાખવા માટે લેવા ગયા હતાં. જેવા તેઓ એમ્બ્યુલન્સમાં બેઠા કે કેટલાક લોકો ભેગા થયા અને ધમાલ મચાવી. લોકોએ તેમના પર હુમલો કરવાનું શરૂ કર્યું. એક વૃદ્ધ વ્યક્તિએ તેમને બચાવ્યાં અને એટલામાં ત્યાં પોલીસ આવી ગઈ હતી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More