Home> India
Advertisement
Prev
Next

Corona: મહારાષ્ટ્ર સરકારની નવી ગાઇડલાઇન, રાજ્યમાં લૉકડાઉન જેવા પ્રતિબંધો લાગૂ

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી બેઠકમાં રાજ્યમાં રાત્રી કર્ફ્યૂ લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં રાત્રે 8 કલાકથી સવારે 7 કલાક સુધી જરૂરી વસ્તુઓ સિવાય બધુ બંધ રહેશે. 

Corona: મહારાષ્ટ્ર સરકારની નવી ગાઇડલાઇન, રાજ્યમાં લૉકડાઉન જેવા પ્રતિબંધો લાગૂ

મુંબઈઃ સતત વધી રહેલા કોરોના વાયરસ (Corona virus) ના કેસથી મહારાષ્ટ્ર સરકાર પરેશાન છે. રાજ્યમાં ગઈકાલે 49 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા. પ્રદેશમાં નવા કેસની સાથે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આ વચ્ચે આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રાજ્યમાં આકરા પ્રતિબંધો લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બેઠકમાં કોરોનાના નિયમો કડક બનાવવાની વાત કરવામાં આવી છે. 

fallbacks

રાજ્યમાં રાત્રી કર્ફ્યૂ લાગૂ
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી બેઠકમાં રાજ્યમાં રાત્રી કર્ફ્યૂ લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં રાત્રે 8 કલાકથી સવારે 7 કલાક સુધી જરૂરી વસ્તુઓ સિવાય બધુ બંધ રહેશે. રેસ્ટોરન્ટમાં માત્ર પાર્સલની સુવિધા ઉપલબ્ધ રહેશે. તો સરકારી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અન્ય ખાનગી ઓફિસોમાં કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

શનિ-રવિ લૉકડાઉન
રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકારે વીકેન્ડ એટલે કે શનિ-રવિવારે સંપૂર્ણ બંધ રાખવાનો આદેશ કર્યો છે. શુક્રવારે રાત્રે 8 કલાકથી સોમવારે સવારે 7 કલાક સુધી રાજ્યમાં તત્કાલ સેવાઓ સિવાય બધુ બંધ રહેશે. આ તમામ નિયમો 30 એપ્રિલ સુધી લાગૂ રહેશે. 

શું ચાલુ રહેશે, શું બંધ
મોલ, રેસ્ટોરન્ટ અને બાર બંધ રાખવાનો નિર્ણય
જરૂરી સેવાઓ ચાલૂ રહેશે
સરકારી ઓફિસ 50 ટકા ક્ષમતા સાથે કામ કરશે
શુક્રવારે રાતથી સોમવારે સવારે 7 સુધી સંપૂર્ણ લૉકડાઉન
રિક્શા, ટેક્સી અને ટ્રેન સેવા ચાલુ રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More