નવી દિલ્હીઃ કોરોના વાયરસ ફેલાવાની ગતિમાં વધારો થઈ રહ્યો છે. શનિવારે 563 નવા કેસ સામે આવ્યા છે. તેમાં સૌથી વધુ 145 રિપોર્ટ મહારાષ્ટ્રથી પોઝિટિવ આવ્યા છે. અહીં શનિવારે છ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તો રવિવારે પણ બે લોકોના મોત થયા છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા 3678 થઈ ગઈ છે. આ આંકડા covid19india.org વેબસાઇટ પ્રમાણે ચે. પરંતુ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે, કુલ સંક્રમિતોની સંખ્યા 3 હજાર 374 થઈ ગયા છે. તેમાંથી 213 સ્વસ્થ થયા તો 77 લોકોના મોત થયા છે.
સીઆરપીએફના ડીજીએ ખુદને ક્વોરેન્ટાઇન કર્યાં
સીઆરપીએફના ડીજી એપી માહેશ્વરીએ ખુદને ક્વોરેન્ટાઇન કરી લીધા છે. તે એક ડોક્ટરના ઇનડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવ્યા હતા, જે હાલમાં પોઝિટિવ આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, સીઆરપીએફના એક ઓફિસર 31 માર્ચે સંક્રમિત થયા હતા. તેના સંપર્કમાં આવનારા તમામ જવાનોને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.
વાયુસેનાના 3 જવાન ક્વોરેન્ટાઇન, તેમાંથી એક નિઝામુદ્દીન વિસ્તારમાં ગયો હતો
વાયુસેનાના 3 જવાનોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમાંથી એક મધ્ય માર્ચમાં નિઝામુદ્દીન વિસ્તારમાં ગયો હતો. આ દરમિયાન ત્યાં તબલિગી જમાતનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. પરંતુ વાયુસેનાએ કહ્યું કે, તે જવાન આ કાર્યક્રમમાં સામેલ થયો હતો કે નહીં, તે તપાસનો વિષય છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે, દેશભરમાં તબલિગી જમાત સાથે જોડાયેલા આશરે 22 હજાર લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
અહીં જુઓ દેશનો આંકડો, ક્યાં કેટલા દર્દી
Increase of 302 #COVID19 cases in the last 12 hours; Total number of #COVID19 positive cases rise to 3374 in India (including 3030 active cases, 267 cured/discharged/migrated people and 77 deaths): Ministry of Health and Family Welfare pic.twitter.com/lpRhHeYEFb
— ANI (@ANI) April 5, 2020
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- જમાતને કારણે વધ્યા કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કહ્યું કે, દેશમાં કોરોના વાયરસના મામલામાં આવેલી તેજીનું સૌથી મોટું કારણ તબલિગી જમાત છે. સંક્રમણના 30 ટકા કેસ તો દિલ્હીથી પરત આવેલા જમાતના લોકોને કારણે વધ્યા છે. પરંતુ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ તેના માધ્યમથી એક સમુદાય વિરુદ્ધ થઈ રહેલી વાતોને ખોટી ગણાવી છે. તેમણે કહ્યું કે, નિઝામુદ્દીનમાં જે થયું તે દુર્ભાગ્યપૂર્ણ હતું. તેના કારણે એક સમુદાયને નિશાન બનાવવા યોગ્ય નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે