Home> India
Advertisement
Prev
Next

CoWin પર એક જ દિવસમાં એક કરોડથી વધુ રજિસ્ટ્રેશન, 1 મેથી 18+ લોકોને મળશે રસી

ભારતમાં કોરોના (Corona Virus) મહામારીને પહોંચી વળવા માટે યુદ્ધસ્તરે પ્રયત્નો ચાલુ છે. આ જ સંલગ્ને સરકારે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીકરણની જાહેરાત કરી છે. જેના માટે બુધવારથી રજિસ્ટ્રેશનની શરૂઆત થઈ ગઈ. રસી માટે Cowin અને Aarogya Setu એપ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. જેના પહેલા જ દિવસે રેકોર્ડ સંખ્યામાં લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું. 

CoWin પર એક જ દિવસમાં એક કરોડથી વધુ રજિસ્ટ્રેશન, 1 મેથી 18+ લોકોને મળશે રસી

નવી દિલ્હી: ભારતમાં કોરોના (Corona Virus) મહામારીને પહોંચી વળવા માટે યુદ્ધસ્તરે પ્રયત્નો ચાલુ છે. આ જ સંલગ્ને સરકારે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીકરણની જાહેરાત કરી છે. જેના માટે બુધવારથી રજિસ્ટ્રેશનની શરૂઆત થઈ ગઈ. રસી માટે Cowin અને Aarogya Setu એપ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. જેના પહેલા જ દિવસે રેકોર્ડ સંખ્યામાં લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું. 

fallbacks

પહેલા દિવસે એક કરોડ લોકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન
MyGovIndia દ્વારા ટ્વીટ કરીને જાણકારી અપાઈ કે મહામારીને સમાપ્ત કરવાની દિશામાં રસીકરણ (Vaccination) ખુબ મહત્વનું પગલું છે. દુનિયાના સૌથી મોટા વેક્સીનેશન ડ્રાઈવ માટે એક કરોડથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 

અનેકવાર એપ થઈ ક્રેશ
મળતી માહિતી મુજબ અનેકવાર એપ ક્રેશ થવાની પણ ફરિયાદો સાંભળવા મળી. સોશિયલ મીડિયા પર લોકોએ તેની ફરિયાદ કરી. અત્રે જણાવવાનું કે કોરોના વાયરસ રસી માટે 1 મેથી 18+ ઉંમરના લોકોને રસી આપવામાં આવશે. પરંતુ આ માટે તેમણે Cowin અને Aarogya Setu પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. 

ત્યાગની મિસાલ: Corona થી સંક્રમિત દાદાએ એક યુવક માટે છોડ્યો પોતાનો બેડ, 3 દિવસ બાદ થયું નિધન 

Corona આઉટ ઓફ કંટ્રોલ, સંક્રમણ કાબૂમાં લેવા માટે દેશના 150  જિલ્લામાં કડક લોકડાઉન લગાવવાની તૈયારી

Corona Vaccine: Covishield અને Covaxin રસી કોણે ન લેવી જોઈએ? ફેક્ટશીટની ખાસ વાતો જાણો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More