Home> India
Advertisement
Prev
Next

Corona vaccine: 1 માર્ચથી સરકારી હોસ્પિટલોમાં ફ્રીમાં લાગશે રસી, ખાનગીમાં આપવા પડશે પૈસા

પ્રકાશ જાવડેકરે જણાવ્યુ કે, જે લોકો ખાનગી હોસ્પિટલમાં વેક્સિન લગાવશે, તેણે પૈસા આપવા પડશે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જલદી રસીની કિંમત જાહેર કરવામાં આવશે. 

Corona vaccine: 1 માર્ચથી સરકારી હોસ્પિટલોમાં ફ્રીમાં લાગશે રસી, ખાનગીમાં આપવા પડશે પૈસા

નવી દિલ્હીઃ કોરોના વેક્સિનેશન (Corona vaccination) ને લઈને ભારત સરકારે બુધવારે મોટી જાહેરાત કરી છે. દેશમાં 1 માર્ચથી 60  વર્ષથી મોટી ઉંમરના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર (Prakash Javadekar) એ બુધવારે કેબિનેટના નિર્ણયની જાણકારી આપતા આ જાહેરાત કરી છે.

fallbacks

પ્રકાશ જાવડેકર પ્રમાણે 1 માર્ચથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન  (Corona vaccination) આપવામાં આવશે જેને કોઈ ગંભીર બીમારી છે. દેશના જે 10 હજાર સરકારી સેનટ્ર પર લોકો વેક્સિન લગાવવા આવશે તેને વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે. 

પ્રકાશ જાવડેકરે જણાવ્યુ કે, જે લોકો ખાનગી હોસ્પિટલમાં વેક્સિન લગાવશે, તેણે પૈસા આપવા પડશે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જલદી રસીની કિંમત જાહેર કરવામાં આવશે. 

અત્યાર સુધી 1 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી
પત્રકાર પરિષદમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યુ કે, 16 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી આશરે 1.7 કરોડ લોકોને કોરોનાની વેક્સિન લગાવી દેવામાં આવી છે. જ્યારે 14 લાખ લોકોને વેક્સિનની બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 

સેલ્ફ રજીસ્ટ્રેશનમાંથી છૂટ આપી શકે છે સરકાર
ભારતમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને કો-મોર્બિડિટીઝનો સામનો કરી રહેલા લોકોને વેક્સિન માટે સેલ્ફ રજીસ્ટર કરવાની મંજૂરી મળી શકે છે. આ લોકો તે સ્થળની પસંદગી કરી શકશે જ્યાં તેને વેક્સિન લગાવવી છે. તે માટે મોબાઇલ એપમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા 50 વર્ષથી વધુ ઉંમરના વાળાને રજીસ્ટર કરવાની મંજૂરી આપવાની વાત હતી પછી તેને 60 વર્ષ કરી દીધા કારણ કે તેને વધુ જોખમ છે. વેક્સિનેશન સર્ટિફિકેટ Co-WIN અને ડિજિલોકર જેવા સરકારી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે. 
 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More