Home> India
Advertisement
Prev
Next

Big Breaking: ઓગસ્ટની આ તારીખે લોન્ચ થઈ શકે છે દેશની પ્રથમ કોરોના વેક્સિન COVAXIN

કોરોના (Corona Virus) ના વધતા સંક્રમણ વચ્ચે એક સારા સમાચાર આવી રહ્યાં છે. 15 ઓગસ્ટના રોજ કોરોનાની કોવેક્સિન(COVAXIN) લોન્ચ થાય તેવા એંધાણ છે. આ વેક્સિનને ફાર્માસ્યુટીકલ કંપની ભારત બાયોટેકે (Bharat Biotech)  તૈયાર કરી છે. ભારત બાયોટેક અને ICMR તરફથી વેક્સિન લોન્ચિંગની શક્યતા છે. 

Big Breaking: ઓગસ્ટની આ તારીખે લોન્ચ થઈ શકે છે દેશની પ્રથમ કોરોના વેક્સિન COVAXIN

નવી દિલ્હી: કોરોના (Corona Virus) ના વધતા સંક્રમણ વચ્ચે એક સારા સમાચાર આવી રહ્યાં છે. 15 ઓગસ્ટના રોજ કોરોનાની કોવેક્સિન(COVAXIN) લોન્ચ થાય તેવા એંધાણ છે. આ વેક્સિનને ફાર્માસ્યુટીકલ કંપની ભારત બાયોટેકે (Bharat Biotech)  તૈયાર કરી છે. ભારત બાયોટેક અને ICMR તરફથી વેક્સિન લોન્ચિંગની શક્યતા છે. 

fallbacks

હાલમાં જ કોવેક્સિનને હ્યુમન ટ્રાયલની મંજૂરી મળી છે. IMCR તરફથી બહાર પાડવામાં આવેલા એક પત્ર મુજબ 7 જુલાઈથી હ્યુમન ટ્રાયલ માટે એનરોલમેન્ટ શરૂ થઈ જશે. ત્યારબાદ જો તમામ ટ્રાયલ સફળ થયા તો આશા છે કે 15 ઓગસ્ટ સુધીમાં કોવેક્સિનને લોન્ચ કરવામાં આવી શકે છે. સૌથી પહેલા ભારત બાયોટેકની વેક્સિન માર્કેટમાં આવી શકે છે. 

નોંધનીય છે કે તાજેતરમાં હૈદરાબાદની ફાર્મા કંપની ભારત બાયોટેકે દાવો કર્યો હતો કે તેને કોવેક્સિનના ફેઝ 1 અને ફેઝ 2ના હ્યુમન ટ્રાયલ માટે ડીસીજીઆઈની લીલી ઝંડી મળી ગઈ છે. કંપનીએ એમ પણ કહ્યું હતું કે ટ્રાયલનું કામ જુલાઈના પહેલા અઠવાડિયામાં શરૂ કરાશે. ભારત બાયોટેકને વેક્સિન બનાવવાનો જૂનો અનુભવ છે. 

જુઓ LIVE TV

ભારત બાયોટેક કંપનીએ પોલિયો, રેબીઝ, રોટોવાયરસ, જાપાની ઈન્સેફ્લાઈટિસ, ચિકનગુનિયા, અને ઝિકા વાયરસ માટે પણ વેક્સિન બનાવી છે. હ્યુમન ટ્રાયલ માટે એનરોલમેન્ટની શરૂઆત 7મી જુલાઈથી થઈ શકે છે. ત્યારબાદ તબક્કાવાર ટ્રાયલ કરાશે. જો ટ્રાયલ સફળ નીવડી તો 15 ઓગસ્ટના રોજ વેક્સિન લોન્ચ કરી દેવાશે. 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More