જો તમે સોશિયલ મીડિયા પર રીલ્સ જોવાનું પસંદ કરતા હશો તો તમને દિલ્હી મેટ્રો સંલગ્ન કોઈને કોઈ વીડિયો તો જોવા મળી જ જશે. ક્યારેક કોઈ છોકરી બિકિની પહેરીને મેટ્રોમાં ચડી જાય છે તો કોઈ યુવક હસ્તમૈથુન કરતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. કિસ કરી રહેલા કપના વીડિયો બાદ તો લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. હવે આવામાં એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જોઈને તમને ધૃણા ઉપજી શકે છે. મેટ્રોમાં એક કપલ એકબીજાના મોઢામાં કોગળા કરી રહ્યા છે.
વાયરલ થઈ રહેલા આ રીલમાં જોઈ શકાય છે કે છોકરી મેટ્રોમાં સીટ પર બેઠી છે અને યુવક નીચે બેઠો છે. છોકરાના હાથમાં એક ડ્રિંક છે. યુવક પહેલા યુવતીને સોફ્ટ ડ્રિંક પીવડાવે છે. ત્યારબાદ યુવતી યુવકના મોંઢામાં કોગળો કરે છે. છોકરો પછી ફરીથી યુવતીના મોંઢામાં કોગળો કરે છે. ત્યારબાદ છોકરી ફરીથી આવું કરે છે અને યુવક ગટકાવી જાય છે. વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં હીરોઈન હો હીરોઈન ગીત વાગી રહ્યું છે.
New day, New Delhi metro scenepic.twitter.com/yVhPV6mzcb
— if (@pioneerbhatt) October 10, 2023
આ વીડિયો પર અનેક યૂઝર્સની કોમેન્ટ આવી છે. એક યૂઝર કે જેનું નામ સતબીર છે તેણે લખ્યું કે બદતમીઝ, ફૂવડ...રાજેશ નામના એક યૂઝરે લખ્યું કે આ બંનેને 8-8 વર્ષ માટે આંદમાન નિકોબાર ટાપુઓ પર કેદી બનાવીને રાખવા જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે