Home> India
Advertisement
Prev
Next

Viral: માસ્ક મુદ્દે પહેલા તો પોલીસ સાથે ગેરવર્તણૂક કરી, ધરપકડ થતા પતિ બોલ્યો-પત્નીએ મને ઉશ્કેર્યો

પત્નીની વાત માની તો પતિ થયો જેલભેગો? કોરોનાકાળમાં માસ્ક ન પહેરવું કેટલી મોટી મુસીબત લાવે છે આ તેનું તાજું ઉદાહરણ છે. નવાઈ એ છે કે પતિએ આ સમગ્ર મામલે પત્ની પર ગુસ્સો ઠાલવ્યો છે. 

Viral: માસ્ક મુદ્દે પહેલા તો પોલીસ સાથે ગેરવર્તણૂક કરી, ધરપકડ થતા પતિ બોલ્યો-પત્નીએ મને ઉશ્કેર્યો

નવી દિલ્હી: દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં રવિવારે પોલીસ સાથે ગાળાગાળી અને ગેરવર્તણૂંક કરનારા એક કપલનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. દિલ્હી પોલીસે આ કપલની ધરપકડ કરી લીધી છે. હવે ધરપકડ બાદ મહિલનો પતિ પંકજ દત્તા દોષનો ટોપલો પત્નીના માથે ઢોળી રહ્યો છે. તેના કહેવા મુજબ પત્નીએ માસ્ક પહેરવા દીધુ નહી, બંને વચ્ચે માસ્કને લઈને ઝઘડો પણ થયો હતો. તેની સાથે ન હોઉ તો હંમેશા માસ્ક પહેરું છું, તે મને ગુસ્સો અપાવી રહી હતી. 

fallbacks

ધરપકડ બાદ આપ્યું આ નિવેદન
આરોપી પતિ પંકજ દત્તાનું કહેવું છે કે તેણે પોતે પત્નીને કારમાં માસ્ક પહેરવાનું કહ્યું હતું પરંતુ તે ન માની અને મને પણ પહેરવા દીધો નહીં. દરિયાગંજ પોલીસ સ્ટેશનની બહાર એક ચેનલના રિપોર્ટરે પંકજને પૂછ્યું કે તે પોલીસ સાથે ગેરવર્તણૂંક કેમ કરતો હતો ત્યારે તેનું કહેવું હતું કે વાઈફના કારણે થોડી મુશ્કેલી થઈ ગઈ હતી. તે ગુસ્સો કરાવી રહી હતી. પોલીસવાળા માટે અપશબ્દના ઉપયોગ પર તેણે કહ્યું કે તેણે નહીં વાઈફે કહ્યું હતું. 

પંકજ દત્તા તો એવો પણ દાવો કરે છે કે તે કારમાં વાઈફને માસ્ક પહેરવા માટે કહેતા હતા પરંતુ તે માની નહી. એટલું જ નહીં તેને પણ માસ્ક પહેરવા દીધુ નહીં. આ બંને વચ્ચે ઝઘડો પણ થયો. પતિએ તો એમ પણ કહ્યું કે જ્યારે વાઈફ તેમની સાથે ન હોય તો તેઓ હંમેશા માસ્ક લગાવે છે. બસ તે સાથે હોય તો મુશ્કેલી થઈ જાય છે. 

અત્રે જણાવવાનું કે વીડિયોમાં પોલીસ સાથે ગાળાગાળી કરી રહેલી મહિલાનું નામ આભા યાદવ છે. ધરપકડ બાદ તેનું કહેવું છે કે માસ્ક પહેરવાથી તેને ગભરામણ થાય છે અને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. તેનું કહેવું છે કે જાહેર સ્થળો પર માસ્ક પહેરવું જોઈએ. વીડિયોમાં યુપીએસસી ક્લિયર કરવાનો દાવો કરનારી આભા હવે કહે છે કે તેને લાગ્યું કે કારમાં તો ફક્ત અમે પતિ પત્ની હતા, આથી માસ્ક જરૂરી નહતું. હકીકતમાં દિલ્હી હાઈકોર્ટે હાલમાં જ પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે ભલે તમે કારમાં એકલા હોવ પરંતુ આમ છતાં કારમાં માસ્ક પહેરવું જરૂરી છે. 

શું છે મામલો? 
દિલ્હીમાં એક કપલ કારમાં માસ્ક પહેર્યાવગર બેઠું હતું અને પોલીસે જ્યારે તેમને રોક્યા તો તેઓ પોલીસકર્મીઓને પોતાની ઓકાતમાં રહેવાની ધમકી આપવા લાગ્યા. 

દિલ્હી પોલીસે જાહેર કર્યો વીડિયો
પોલીસે કહ્યું કે દિલ્હી (Delhi) ના પટેલનગરમાં રહેતા પંકજ અને તેમની પત્ની આભાને જ્યારે કારમાં ફેસ માસ્ક ન પહેરવા  બદલ રોકવામાં આવ્યા તો તેમણે પોલીસકર્મીઓ પર બૂમો પાડવાનું શરૂ કરી દીધુ. દિલ્હી પોલીસે એક વીડિયો જાહેર કર્યો છે જેમાં કપલ પોલીસકર્મીઓ સાથે ગેરવર્તણૂંક કરતું જોવા મળે છે. 

મહિલા બોલી- પતિને કિસ કરી લઉ? શું કરશો તમે?
દિલ્હી પોલીસ દ્વારા શેર કરાયેલા વીડિયોમાં મહિલા એવું કહેતી સાંભળી શકાય છે કે મે યુપીએસસી પાસ કર્યું છે. જેને સાંભળીને પોલીસનો એક જવાન કહે છે કે જો તમે યુપીએસસી પાસ કર્યું હોય તો તેના કારણે તમારે વધુ જવાબદારી દેખાડવી જોઈએ. મહિલાએ આગળ આવીને કહ્યું કે મારે મારી કારમાં માસ્ક કેમ પહેરવો જોઈએ? શું થશે? જો હું મારા પતિને કિસ કરું તો.

કપલ વિરુદ્ધ પોલીસે કેસ દાખલ કર્યો
ખુબ વિવાદ થયા બાદ કપલને દરિયાગંજ પોલીસ સ્ટેશન લઈ જવાયું જ્યાં તેમના વિરુદ્ધ આઈપીસીની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરાઈ. અત્રે જણાવવાનું કે દિલ્હી હાઈ કોર્ટે કારને પબ્લિક પ્લેસ ગણાવી હતી અને કહ્યું હતું કે કોઈ વ્યક્તિ પ્રાઈવેટ ગાડીમાં એકલો જતો હોય તો પણ તેણે માસ્ક પહેરવું જરૂરી રહેશે. 

Viral: કોરોનાકાળમાં દર્દીની સારવાર કરવાની જગ્યાએ ગાળો ભાંડવા લાગ્યા ડોક્ટર, Video જોઈને હચમચી જશો

કોરોનાનો ખાતમો હવે નજીક!, બજારમાં આવી ગઈ એવી દવા...4 દિવસમાં વાયરસને પછાડવાનો દાવો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More