મુંબઈઃ મુંબઈની એક સ્પેશિયલ કોર્ટે આજે માલેગાંવ 2008 બ્લાસ્ક સેમાં ચુકાદો આપ્યો છે. આ કેસમાં કુલ સાત આરોપી ટ્રાયલનો સામનો કરી રહ્યા હતા. કોર્ટે આ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં છે. આ આરોપીઓમાં પૂર્વ ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, લેફ્ટિનેન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, રિટાયર્ડ મેજર રમેશ ઉપાધ્યાય, સુધાકર ચતુર્વેદી, અજય રાહિરકર, સુધાકર ધર દ્વિવેદી અને સમીર કુલકર્ણી સામેલ છે.
NIA એ બ્લાસ્ટ કેસમાં કોને આરોપી બનાવ્યા?
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં NIA એ કુલ 7 લોકોને આરોપી બનાવ્યા હતા. આ સાથે ભોપાલના ભૂતપૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત કર્નલ પ્રસાદ પુરોહિત, રમેશ ઉપાધ્યાય, અજય રાહિલકર, સુધાકર ચતુર્વેદી, સમીર કુલકર્ણી અને સુધાકરધર દ્વિવેદીને આરોપી બનાવવામાં આવ્યા હતા. પુરાવાના અભાવે કોર્ટે આ તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
સાધવી પ્રજ્ઞા સહિત બધા આરોપીઓ નિર્દોષ
કોર્ટે કહ્યું કે હું બધા આરોપીઓનો શંકાનો લાભ આપી રહ્યો છું. આ સાથે એનઆઈએની સ્પેશિયલ કોર્ટે સાધ્વી પ્રજ્ઞા સહિત બધા આરોપીઓને નિર્દોષ છોડી દીધા છે.
પ્રસાદ પુરોહિતના ટ્રસ્ટ વિશે કોર્ટે શું કહ્યું?
કોર્ટે કહ્યું કે અભિનવ ભારતનું નામ વારંવાર ઉલ્લેખિત છે. પ્રસાદ પુરોહિત ટ્રસ્ટી હતા. અજય રાહિરકર ખજાનચી હતા. બંનેના ખાતામાં પૈસાની લેવડદેવડના પુરાવા છે, પરંતુ આ પૈસાનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે થયો ન હતો. પુરોહિતે આ પૈસા બાંધકામના કામ માટે વાપર્યા હતા.
નિષ્ણાતો દ્વારા પુરાવા એકત્રિત કરવામાં આવ્યા ન હતા - ન્યાયાધીશ
કોર્ટે કહ્યું કે ઘટના પછી નિષ્ણાતો દ્વારા પુરાવા એકત્રિત કરવામાં આવ્યા ન હતા. પુરાવા દૂષિત થયા છે. ઘટના પછી, સ્થળ પર રમખાણો જેવી સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક લોકોએ પોલીસ દળ પર હુમલો કર્યો. કોર્ટે સેના અધિકારી કર્નલ પ્રસાદ પુરોહિત સામે ચાર્જશીટ દાખલ કરતા પહેલા લેવામાં આવેલી મંજૂરી પર સવાલ ઉઠાવ્યા છે.
જજે ચુકાદામાં શું કહ્યું?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે