હૈદરાબાદઃ ભારતની સ્વદેશી વેક્સિન કોવૈક્સીન (Covaxin) બનાવનાર કંપની ભારત બાયોટેકે આશા વ્યક્ત કરી છે કે જલદી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) પોતાની વેક્સિનને આપાત ઉપયોગની યાદી (EUL) માં સામેલ કરી લેશે. કંપનીએ કહ્યું કે, કોવૈક્સીનના ઈયૂએલ માટે બધા જરૂરી દસ્તાવેજ વિશ્વ આરોગ્ય સંગઠનને 9 જુલાઈ સુધી સોંપી દેવામાં આવ્યા છે. હવે સમીક્ષા પ્રક્રિયા તે આશાની સાથે શરૂ થઈ છે કે અમે જલદી ડબ્લ્યૂએચઓ પાસેથી ઈયૂએ હાસિલ કરી લેશું.
ઉલ્લેખનીય છે કે કોવૈક્સીન ભારતની સ્વદેશી કોરોના વેક્સિન છે. તેનું નિર્માણ ભારત બાયોટેક કરી રહી છે. ભારતમાં જારી રસીકરણ અભિયાનમાં આ વેક્સિન કોરોના વિરુદ્ધ લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા ડબ્લ્યૂએચઓના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યું હતું કે, કોવૈક્સીને ઈયૂએલમાં સામેલ કરવાનો નિર્ણય ચારથી છ સપ્તાહમાં થઈ શકે છે.
COVAXIN® EUL pic.twitter.com/dCilH7KbSk
— BharatBiotech (@BharatBiotech) July 12, 2021
સ્વામીનાથને 9 જુલાઈએ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એનવાયરમેન્ટ દ્વારા આયોજીત વેબિનારને સંબોધિત કરતા કહ્યું હતું કે કોવૈક્સીનના નિર્માતા ભારત બાયોટેકે તેના બધા આંકડા અમારા પોર્ટલ પર અપલોડ કરી રહ્યાં છે અને વિશ્વ આરોગ્ય સંસ્થા આ વેક્સિનની સમીક્ષા કરી રહ્યું છે.
ડબ્લ્યૂએચઓના દિશાનિર્દેશો અનુસાર ઈયૂએલ એક પ્રક્રિયા છે જે હેઠળ નવા કે બિન-લાયસન્સ પ્રાપ્ત ઉત્પાદકોનો ઉપયોગ જાહેર સ્વાસ્થ્યની ઇમરજન્સી સ્થિતિમાં કરી શકાય છે. સ્વામીનાથને કહ્યું હતું કે, ઈયૂએલ એક પ્રક્રિયા હોય છે જેમાં કોઈ કંપનીએ ત્રણ તબક્કાની ટ્રાયલ પૂરી કરવાની હોય છે અને બધા આંકડા ડબ્લ્યૂએચઓના નિયામક વિભાગને જમા કરાવવાના હોય છે, જેનો અભ્યાસ નિષ્ણાત સલાહકાર જૂથ કરે છે.
આ પણ વાંચોઃ IMA એ સરકાર અને લોકોને ચેતવ્યા, કહ્યું- ત્રીજી લહેરનું કારણ બની શકે છે આ ઘટનાઓ
ડબ્લ્યૂએચઓ ફાઇઝર-બાયોએનટેક, એસ્ટ્રાઝેનેકા-એસકે બાયો-સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા, એસ્ટ્રાઝેનેકા ઈયૂ, જાનસેન, મોડર્ના અને સિનોફાર્માની રસીના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી ચુક્યું છે. સ્વીમાનાથને કહ્યું હતું કે હાલ અમે છ રસીને ઈયૂએલની સાથે મંજૂરી આપી છે અને અમારા અમારું સ્ટ્રેટેજિક એક્સપર્ટ કન્સલ્ટિંગ ગ્રુપથી ભલામણો પ્રાપ્ત થઈ છે. અમે કોવૈક્સીનને લઈને આશાવાદી છીએ. ભારત બાયોટેકે અમારા પોર્ટલ પર તેના આંકડા અપલોડ કરવાનું શરૂ કરી દીધુ છે અને આ આગામી રસી હશે જેની સમીક્ષા અમારી નિષ્ણાંત સમિતિ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે