Home> India
Advertisement
Prev
Next

Corona Updates: કોરોનાથી થનારા મોતની સંખ્યામાં ઘટાડો, 24 કલાકમાં આટલા નવા કેસ

ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેરના પ્રકોપમાં થોડો ઘટાડો થયો છે. મોતના આંકડામાં પણ હવે આજે ઘટાડો જોવા મળ્યો. પરંતુ નવા કેસ ફરીથી એકવાર વધ્યા છે.

Corona Updates: કોરોનાથી થનારા મોતની સંખ્યામાં ઘટાડો, 24 કલાકમાં આટલા નવા કેસ

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેરના પ્રકોપમાં થોડો ઘટાડો થયો છે. મોતના આંકડામાં પણ હવે આજે ઘટાડો જોવા મળ્યો. પરંતુ નવા કેસ ફરીથી એકવાર વધ્યા છે. એક દિવસમાં કોરોનાના 2.76 લાખ નવા કેસ નોંધાયા છે. જ્યારે 3800થી વધુ લોકોના મોત થયા છે. 

fallbacks

24 કલાકમાં નવા 2.76 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 2,76,070 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 2,57,72,400 પર પહોંચ્યા છે. એક દિવસમાં 3,69,077 દર્દીઓ રિકવર થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2,23,55,440 થઈ છે. રાહતની વાત એ છે કે મોતના આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે. એક દિવસમાં 3874 લોકોના મોત થયા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 2,87,122 થયો છે. જો કે એક્ટિવ કેસની સંખ્યા 31,29,878 છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી દેશમાં 18,70,09,792 લોકોને રસી આપવામાં આવી છે. 

ઘટ્યો મોતનો આંકડો
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3874 દર્દીઓના મોત થયા છે. આ અગાઉ બુધવારે બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ દેશભરમાંથી 4529 લોકોના મોત થયા હતા. જે મહામારીની શરૂઆતથી સૌથી વધુ સંખ્યા છ. આ અગાઉ 18 મેના રોજ 4329, 17 મેના રોજ 4106 અને 16મી મેના રોજ 4077 લોકોના મોત થયા હતા. 

Corona: વૈજ્ઞાનિકોની ચેતવણી, જો કોરોના રસીકરણમાં તેજી નહીં લવાય તો 6-8 મહિનામાં આવશે ત્રીજી લહેર

એક વાર ફરીથી વધ્યા કેસ
નવા કેસમાં એકવાર ફરીથી વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2,76,070 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ અગાઉ બુધવારે 2,67337 નવા કેસ નોંધાયા હતા. તે પહેલા 18મી મેના રોજ 2.63 લાખ જેટલા નવા કેસ નોંધાયા હતા. 

હવે લોકો ઘર બેઠા ખુદ કરી શકશે કોરોનાની તપાસ, હોમ ટેસ્ટિંગ કિટને ICMR ની મંજૂરી

20 લાખથી વધુ ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના જણાવ્યાં મુજબ દેશભરમાં ગુરુવારે 20,55,010 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં 32,23,56,187 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More