નવી દિલ્હી: કેન્દ્ર સરકાર કોવિડ-19 ના કારણે UPSC પરીક્ષાથી વંચિત છાત્રાને વધુ એક તક આપવાના પક્ષમાં નથી. કેન્દ્રએ શુક્રવારના સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તેઓ ગત વર્ષ મહામારીના કારણે સંઘ લોક સેવા આયોગ દ્વારા આયોજિત પરિક્ષામાં સામેલ ન થવાથી તેઓ છેલ્લી તક ગુમાવનાર ઉમેદવારોને ફરી એક તક આપી શકતા નથી.
વધુ એક તક આપવા તૈયાર નથી કેન્દ્ર
ન્યાયમૂર્તિ એ.એમ.ખાનવિલકરની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કર્મચારી અને તાલીમ વિભાગ (DOPT) દ્વારા રજૂ કરાયેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુની વિનંતીને ધ્યાનમાં લેતા કહ્યું કે, સરકારે કોવિડ-19 મહમારીના કારણે 2020 માં સિવિલ સર્વિસના (UPSC) ઉમેદવારોને તક આપવા તૈયાર નથી.
આ પણ વાંચો:- Farmers Protest: બેઠક પહેલા કિસાન નેતાનો હંગામો, ગાડીના કાચ તોડ્યા
એડિશનલ સોલિસિટર જનરલે બેંચને કહ્યું, "અમે વધુ એક તક આપવા તૈયાર નથી." સોગંદનામું ફાઇલ કરવા માટે મને સમય આપો. ગઈકાલે ગુરુવારે રાત્રે મને સૂચનાઓ મળી કે અમે આના પર તૈયાર નથી. ' બેંચમાં જસ્ટિસ બી.આર. ગવાઈ અને જસ્ટિસ ક્રિષ્ના મુરારી પણ હતા.
આ પણ વાંચો:- Corona Vaccine મામલે મોટી બેદરકારી, બરબાદ થયા 1000 ડોઝ; તપાસના આદેશ
કોર્ટે ઉમેદવારોની અરજીને 25 જાન્યુઆરી માટે કરી સૂચિબદ્ધ
ખંડપીઠે 25 જાન્યુઆરી માટે સિવિલ સર્વિસના ઉમેદવારની રચના માટેની અરજી સૂચિબદ્ધ કરી છે અને કેન્દ્રને એફિડેવિટ ફાઇલ કરવા જણાવ્યું છે. અગાઉ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેંચને કહ્યું હતું કે સરકાર આવા સિવિલ સર્વિસના ઉમેદવારોને બીજી તક આપવાની વિચારણા કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે