Home> India
Advertisement
Prev
Next

Vaccination Song: 'વેક્સીનથી બચ્યો છે, વેક્સીનથી બચશે દેશ', લોન્ચ થયું કૈલાશખેરનું વેક્સીન સોન્ગ

સમગ્ર દેશમાં રસીકરણ ઝૂંબેશને પ્રોત્સાહન આપવા માટે ખ્યાતનામ ગીતકાર પદ્મશ્રી કૈલાશ ખેરનું દૃશ્ય-શ્રાવ્ય ગીત આજે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રી હરદીપસિંહ પુરી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. 

Vaccination Song: 'વેક્સીનથી બચ્યો છે, વેક્સીનથી બચશે દેશ', લોન્ચ થયું કૈલાશખેરનું વેક્સીન સોન્ગ

નવી દિલ્હી: સમગ્ર દેશમાં રસીકરણ ઝૂંબેશને પ્રોત્સાહન આપવા માટે ખ્યાતનામ ગીતકાર પદ્મશ્રી કૈલાશ ખેરનું દૃશ્ય-શ્રાવ્ય ગીત આજે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રી હરદીપસિંહ પુરી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. પ્રત્યક્ષ અને વર્ચ્યુઅલ એમ બન્ને રીતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યકક્ષાના પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રી રામેશ્વર તેલી, સચિવ PNG તરૂણ કપૂર, મંત્રાલય અને ઓઇલ અને ગેસ PSUના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ગીત ઓઇલ અને ગેસ PSU દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

fallbacks

હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે ભારત આગામી અઠવાડિયે 100 કરોડ રસીઓનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા જઇ રહ્યું છે. જ્યારે માર્ચ 2020માં દેશમાં લૉકડાઉન લાદવામાં આવ્યું હતું ત્યારે ભારત PPE કિટ, વેન્ટિલેટર અને અન્ય જરૂરી તબીબી પુરવઠાની આયાત ઉપર નિર્ભર હતું, પરંતુ ખૂબ ટૂંકા સમયગાળામાં આપણે આ તમામ ચીજ-વસ્તુઓ સ્થાનિક રીતે ઉત્પાદિત કરવા સક્ષમ બન્યા હતા, અને હવે આપણે કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા વધારે સારી રીતે સજ્જ બની ગયા છીએ. 

આ બાબત આપણાં સૌના યોગદાન અને પ્રધાનમંત્રીના દીર્ધદ્રષ્ટી ભર્યા નેતૃત્વના કારણે શક્ય બની શકી છે. તેમણે જણાવ્યું હતું કે તે સંતોષની વાત છે કે જે લોકો નકારાત્મક વાતાવરણ ઊભું કરવા ઇચ્છતા હતા તેઓ નિષ્ફળ ગયા છે અને કોવિડ સામેની લડાઇએ લોક ઝૂંબેશનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. તેમણે જણાવ્યું હતું કે વાઇરસ એક દુશ્મન છે અને તેની સામે લડવા આપણે સૌએ હાથ મિલાવવાના છે. હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે ગીતકારો લોકોની કલ્પના ઝડપી શકે છે અને કૈલાશ ખેરે ગાયેલું આ ગીત ગેરમાન્યતાઓ દૂર કરવા અને રસીકરણ અંગે જનજાગૃતિનું સર્જન કરવા ખૂબ જ ઉપયોગી નિવડશે.

LPG સિલિન્ડરના બુકિંગ પર મળી રહ્યું છે 2700 રૂપિયા સુધીનું કેશબેક, આ રીતે ઉઠાવો લાભ

મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે દેશમાં 97 કરોડથી વધારે રસીના ડોઝ આપી દેવામાં આવ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે અને લોકોએ સ્વદેશી રીતે રસી વિકસાવવામાં આપણાં વૈજ્ઞાનિકો, સંશોધકો અને તબીબી સમુદાય ઉપર વિશ્વાસ (સબકા વિશ્વાસ) વ્યક્ત કર્યો છે. અને આપણાં સૌના પ્રયાસો (સબકા પ્રયાસ)ના કારણે આપણે દેશના તમામ ખૂણે-ખૂણે રસી પહોંચાડવાની અને આટલા ટૂંકા સમયગાળામાં આટલી મોટી સંખ્યામાં લોકોનું રસીકરણ કરવાની અત્યંત કઠિન કામગીરી હાથ ધરવા સક્ષમ બની શક્યાં છીએ.

કૈલાશ ખેરે જણાવ્યું હતું કે સંગીત માત્ર મનોરંજનનો સ્રોત જ નથી પરંતુ તે અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડવાનો ગુણ પણ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે ભારત એક મહાન રાષ્ટ્ર છે જેનું ક્ષમતા અને સિદ્ધીઓને સમગ્ર વિશ્વ સ્વીકારે છે પરંતુ તેના અંગે કેટલીક ગેરસમજ રહેલી છે જે દૂર કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે પ્રેરણાત્મક ગીતો દ્વારા નૈતિક સમર્થન અને જાગૃતિનું સર્જન કરી શકાય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગેરમાન્યતાઓ દૂર કરવામાં અને લોકોમાં રસીની સ્વીકૃતિમાં વધારો કરવા આ ગીત ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More