Home> India
Advertisement
Prev
Next

Molnupiravir Price: હવે ભાગશે કોરોના, ભારતમાં લોન્ચ થઈ મોલનુપિરાવિર દવા, જાણો તેની કિંમત

Molnupiravir Price: મોલનુપિરાવિરની 800 એમજીના ડોઝ પાંચ દિવસ સુધી બે વાર લેવાના હોય છે. નિષ્ણાંતોનું માનવું છે કે ઘણા માર્કેટ પ્લેયર હોવાને કારણે આ દવાની કિંમત સસ્તી રહેવાની આશા છે. આ દવા કોરોના સંક્રમણ વિરુદ્ધ 70-80 ટકા અસરકારક છે. 
 

Molnupiravir Price: હવે ભાગશે કોરોના, ભારતમાં લોન્ચ થઈ મોલનુપિરાવિર દવા, જાણો તેની કિંમત

નવી દિલ્હીઃ Molnupiravir Price: હાલમાં એન્ટીવાયરલ ડ્રગ મોલનુપિરાવિર (antiviral drug Molnupiravir) ને ભારતમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી હતી. કોરોનાના દર્દીની સારવારમાં આ દવાને ખુબ અસરકારક માનવામાં આવી રહી છે. પરંતુ સવાલ છે કે આ દવા કોરોનાની સારવારમાં કેટલી પ્રભાવી છે અને તેની કિંમત (Price of Molnupiravir drug) કેટલી છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે આ દવા સસ્તી છે, તો આવો જાણીએ તેની કિંમત કેટલી છે. 

fallbacks

શું છે મોલનુપિરાવિરની કિંમત?
સોમવારે આ દવાના 5 દિવસના કોર્સને લોન્ચ કરવામાં આવ્યો, જેની કિંમત 1399 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. આ રીતે દવા કોરોનાની સારવારમાં ઉપયોગ થતી સસ્તી દવા છે. હેટેરો ફાર્મા, સન ફાર્મા, નાટકો અને ડો. રેડ્ડીઝ જેવી અનેક કંપનીઓ Merck અને તેની પાર્ટનર કંપની Ridgeback Biotherapeutics તરફથી ડેવલોપ કરવામાં આવેલી આ ઓરલ થેરેરીનો ઉપયોગ કરી દવા બનાવી રહી છે. આ કંપનીઓની દવાઓથી સારવારના કોર્સની કિંમત 1500થી 2500 રૂપિયા વચ્ચે રહેવાની આશા છે.

આ પણ વાંચોઃ Corona News: નવા રિસર્ચમાં ખુલાસો, સ્કિન, હોઠ અને નખનો બદલાયેલો કલર પણ Covid-19 ના નવા લક્ષણ

ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે દવા
માનવામાં આવી રહ્યું છે કે મોલનુપિરાવિર દવા કોરોનાના દર્દીઓની સારવારમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. મેનકાઇન્ડ ફાર્માએ હાલમાં બીડીઆર ફાર્માસ્યુટિકલ્સ સાથે ટાઇઅપ કર્યું છે અને સોમવારે કંપનીએ એન્ટીવાયરલ દવા મોલુલાઇફ  (Molulife) 200 મિગ્રા દિલ્હી સહિત દેશના કેટલાક શહેરોમાં લોન્ચ કરી છે. તો સનફાર્માએ આ એન્ટીવાયરલ દવાના પૂરા કોર્સની કિંમત 1500 રૂપિયા રાખી છે, જે જલદી પોતાની Molxvir દવા બજારમાં ઉપલબ્ધ કરાવી રહી છે. 

5 દિવસનો છે મોલનુપિરાવિરનો કોર્સ
મોલનુપિરાવિરની 800 એમજીના ડોઝ પાંચ દિવસ સુધી બે વાર લેવાના હોય છે. નિષ્ણાંતોનું માનવું છે કે ઘણા માર્કેટ પ્લેયર હોવાને કારણે આ દવાની કિંમત સસ્તી રહેવાની આશા છે. આ દવા કોરોના સંક્રમણ વિરુદ્ધ 70-80 ટકા અસરકારક છે. આ દવા કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોન પર પણ અસરકારક છે. તેને મુખ્યરૂપથી ઇંફ્યૂએન્જાની સારવાર માટે બનાવવામાં આવી હતી, જે એક એન્ટીવાયરલ દવા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More