Home> India
Advertisement
Prev
Next

ઓમિક્રોનના ડર વચ્ચે તેલંગણામાં કોરોના વિસ્ફોટ, એક શાળાની 45 વિદ્યાર્થિનીઓ Covid-19 પોઝિટિવ

 તેલંગણા સરકારે કહ્યું કે, કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ખતરાને જોતા સર્વેલન્સને મજબૂત કરવામાં આવ્યું છે અને ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે.

ઓમિક્રોનના ડર વચ્ચે તેલંગણામાં કોરોના વિસ્ફોટ, એક શાળાની 45 વિદ્યાર્થિનીઓ Covid-19 પોઝિટિવ

હૈદરાબાદઃ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને વિશ્વભરમાં ચિંતાનો માહોલ ઉભો કરી દીધો છે. ઓમિક્રોનના ડર વચ્ચે તમામ રાજ્યો પણ એલર્ટ થઈ ગયા છે. આ વચ્ચે તેલંગણાના સંગારેડ્ડી જિલ્લામાં એક સ્કૂલની અંદર 45 વિદ્યાર્થિનીઓ કોવિડ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. જાણકારી પ્રમાણે આ તમામ સંક્રમિત વિદ્યાર્થિનીઓ સંગારેડ્ડી જિલ્લામાં સ્થિત મુથંગી ગામના મહાત્મા ગાંધી ફુલે પછાત વર્ગ કલ્યાણ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. 

fallbacks

ટેસ્ટ બાદ 43 વિદ્યાર્થિનીઓનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વિદ્યાર્થિનીઓના સેમ્પલ જીનોમ સીક્વેન્સિંગ માટે હૈદરાબાદ મોકલવામાં આવ્યા છે. ડીએમ. ડો. ગાયત્રીનું કહેવું છે કે છાત્રાઓના કોરોના સંક્રમિત થવાની સૂચના સામે આવ્યા બાદ તમામને આઇસોલેશનમાં રાખવામાં આવી છે, જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે. 

તેલંગણાએ જાહેર કર્યું એલર્ટ
તો તેલંગણા સરકારે કહ્યું કે, કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ખતરાને જોતા સર્વેલન્સને મજબૂત કરવામાં આવ્યું છે અને ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. તો તમિલનાડુની સરકારે પણ ઓમિક્રોન સ્વરૂપને લઈને જિલ્લાઓ માટે સૂચના જાહેર કરી છે. આ વચ્ચે તેલંગણામાં કોરના વાયરસ સંક્રમણના નવા 135 કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિતોની સંખ્યા 6,75,614 સુધી પહોંચી ગઈ છે. આ સિવાય અન્ય એક દર્દીના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 3989 સુધી પહોંચી ગયો છે. 

આ પણ વાંચોઃ કોંગ્રેસ, શિવસેના, TMC, CPI અને CPM ના 12 રાજ્યસભા સાંસદ શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ

ઓમિક્રોનથી વિશ્વમાં ડરનો માહોલ
રાજ્યના જન સ્વાસ્થ્ય ડાયરેક્ટર જી શ્રીનિવાસને પત્રકારોને કહ્યુ કે, દક્ષિણ આફ્રિકા, બોત્સવાના, હોંગકોંગ અને કેટલાક યુરોપીયન દેશોમાં નવા ઓમિક્રોન વેરિએન્ટની જાણકારી મળી છે અને તેથી ત્યાં રસીકરણ કરાવીને આવનારને ઘરોમાં ક્વોરેન્ટીન કરવામાં આવશે. તેમણે કહ્યું કે, જે લોકોનું રસીકરણ થયું નથી કે આંશિક રૂપથી રસી લગાવવામાં આવી છે, તેની તપાસ કરાવવામાં આવશે અને જો કોઈ સંક્રમિત મળશે તો તેના નમૂનાને જીનોમ સીક્વેન્સિંગ માટે સીડીએફડી લેબમાં મોકલવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More