Home> India
Advertisement
Prev
Next

Telangana: આવી સાસુ હોય તો દુશ્મનની શું જરૂર પડે?, કોરોના પીડિત સાસુ જબરદસ્તીથી વહુને ભેટી પડી

તેલંગાણાના રાજન્ના સિર્સિલ્લામાં એક અજીબોગરીબ ઘટના ઘટી. અહીં એક કોરોના સંક્રમિત સાસુ જબરદસ્તીથી પોતાની વહુને ભેટી પડી અને તેને કોરોના સંક્રમિત બનાવી દીધી.

Telangana: આવી સાસુ હોય તો દુશ્મનની શું જરૂર પડે?, કોરોના પીડિત સાસુ જબરદસ્તીથી વહુને ભેટી પડી

 

fallbacks

રાજન્ના સિર્સિલ્લા: તેલંગાણાના રાજન્ના સિર્સિલ્લામાં એક અજીબોગરીબ ઘટના ઘટી. અહીં એક કોરોના સંક્રમિત સાસુ જબરદસ્તીથી પોતાની વહુને ભેટી પડી અને તેને કોરોના સંક્રમિત બનાવી દીધી. આ મામલો રાજન્ના સિર્સિલ્લાના સોમાયપેટા ગામનો છે. આ ઘટના હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. 

આ વાતથી ચિડાયેલી હતી સાસુ
ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ સાસુ ઘરમાં ક્વોરન્ટિન હતી અને ક્વોરન્ટિન દરમિયાન ફોલો કરવામાં આવતા નિયમોથી તે કંટાળી ગઈ હતી. આથી તેણે વહુને પણ કોરોના સંક્રમિત કરી નાખી. 

પીડિત વહુએ આપવીતિ સંભળાવી
પીડિત વહુએ કહ્યું કે પરિવારજનો તરફથી જે રીતે તેમનાથી સોશિયલ ડિસ્ટન્સિંગ કરવામાં આવતું હતું તેનાથી તેઓ ખુબ કંટાળી ગયા હતા. સાસુને ઘરમાં જ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. તેઓ એક રૂમમાં રહેતા હતા. નિર્ધારિત સમયે તેમને ભોજન અપાતું હતું . કોઈને તેમના રૂમમાં જવાની પરમિશન નહતી. આથી તેઓ પરેશાન થઈ ગયા હતા. 

જો તમારી સાથે આ ઘટનાઓ ઘટે તો સાવધાન થઈ જજો...આપે છે શનિદેવની અશુભ છાયાના સંકેત, બચવા માટે કરો આ ઉપાય

ભેટતા પહેલા શું કહ્યું?
તેમણે વધુમાં કહ્યું કે આઈસોલેશનથી પરેશાન થઈને સાસુ જબરદસ્તીથી મને ભેટી પડ્યા અને બોલ્યા કે હવે તને પણ કોરોના થઈ જશે. સાસુએ વહુને ભેટતા પહેલા એમ પણ કહ્યું કે મારા મરવા પર તમે લોકો ખુશીથી જીવવા માંગો છો. 

Covid-19 Update: કોરોના સંક્રમણમાં થઈ રહ્યો છે ઘટાડો!, 24 કલાકમાં 1.32 લાખ નવા દર્દીઓ, જાણો લેટેસ્ટ અપડેટ

આ મામલાની જાણકારી મળ્યા બાદ પીડિત વહુની બહેન તેના સાસરે આવી અને બંને  બાળકોને પોતાની સાથે લઈ ગઈ. બહેનના ઘરમાં હવે પીડિત વહુની સારવાર થઈ રહી છે. મળતી માહિતી મુજબ લગભગ 7 મહિના પહેલા પીડિતાનો પતિ ઓડિશા જતો રહ્યો હતો. તે ત્યાં ઓટો ડ્રાઈવરનું કામ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More