Home> India
Advertisement
Prev
Next

ભારતમાં મળેલા કોરોનાના બન્ને વેરિએન્ટ હવે આ નામથી ઓળખાશે, WHOએ કરી જાહેરાત

ડબલ મ્યૂટેટ કે ડેલ્ટા વેરિએન્ટ B.1.617 ને ભારતમાં સંક્રમણની બીજી લહેર માટે જવાબદાર માનવામાં આવે છે. વાયરસનું આ સ્વરૂપ મૂળ વાયરસથી વધુ સંક્રામક જોવા મળ્યું છે.
 

ભારતમાં મળેલા કોરોનાના બન્ને વેરિએન્ટ હવે આ નામથી ઓળખાશે, WHOએ કરી જાહેરાત

નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ કહ્યું કે, ભારતમાં પ્રથમવાર મળેલા કોરોના વાયરસના વેરિએન્ટ (Corona virus variant) ને ડેલ્ટા (Delta) વેરિએન્ટના નામથી ઓળખવામાં આવશે. તેને ડબલ મ્યૂટેટ વાયરસના નામથી પણ ઓળખવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે આ વેરિએન્ટને ઈન્ડિયન કહેવા પર વિવાદ થઈ રહ્યો છે અને કેન્દ્ર સરકારે તેના પર આકરો વિરોધ નોંધાવ્યો હતો. તો ભારતમાં મળેલા બીજા વેરિએન્ટને કપ્પા નામથી ઓળખવામાં આવશે.

fallbacks

ડબલ મ્યૂટેટ કે ડેલ્ટા વેરિએન્ટ B.1.617 ને ભારતમાં સંક્રમણની બીજી લહેર માટે જવાબદાર માનવામાં આવે છે. વાયરસનું આ સ્વરૂપ મૂળ વાયરસથી વધુ સંક્રામક જોવા મળ્યું છે. ભારત બાદ અનેક દેશોમાં આ વાયરસની હાજરી જોવા મળી છે અને WHO તેનો ચિંતા વધારનાર વેરિએન્ટ ગણાવી ચુક્યુ છે. 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોનાના બન્ને નામોની જાહેરાત કરતા કહ્યું કે, ગ્રીક અક્ષરોનો ઉપયોગ કરતા આ નામકરણ કરવામાં આવ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તમામ દેશોમાં મળેલા કોરોના સ્ટ્રેનને અલગ-અલગ નામ આપ્યા છે. બ્રિટનમાં મળેલા વેરિએન્ટને અલ્ફા નામ આપવામાં આવ્યું છે. તો દક્ષિણ આફ્રિકામાં મળેલા વેરિએન્ટને બીટા, બ્રાઝિલ વેરિએન્ટને ગામા નામ આપવામાં આવ્યું છે. અમેરિકામાં મળેલા વેરિએન્ટને એપ્સીલોન, બ્રાઝિલમાં મળેલા અન્ય વેરિએન્ટને ઝેટા, અનેક દેશોમાં મળેલા અન્ય વેરિએન્ટને એટા, ફિલિપિન્સમાં મળેલા વેરિએન્ટને થેટા, અમેરિકામાં નવેમ્બર મહિનામાં મળેલા વેરિએન્ટને લોટા નામ આપવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More