Home> India
Advertisement
Prev
Next

CoWIN પોર્ટલ પર જોવા મળી મોટી ગડબડ, રસી લેવા માંગતા 18 થી 44 વર્ષના લોકો માટે જોવા મળે છે આવું 

કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં રસીને સૌથી મોટું હથિયાર ગણવામાં આવે છે અને 18થી 44 વર્ષના લોકોને પણ હવે રસી અપાઈ રહી છે. રસી મૂકાવવા માટે લોકોએ CoWIN પોર્ટલથી સ્લોટ બૂક કરવો પડે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કોવિડ પોર્ટલ પર મોટી ગડબડી જોવા મળી રહી છે અને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીના બીજા ડોઝનો સ્લોટ બતાવી રહ્યું છે. 

CoWIN પોર્ટલ પર જોવા મળી મોટી ગડબડ, રસી લેવા માંગતા 18 થી 44 વર્ષના લોકો માટે જોવા મળે છે આવું 

નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં રસીને સૌથી મોટું હથિયાર ગણવામાં આવે છે અને 18થી 44 વર્ષના લોકોને પણ હવે રસી અપાઈ રહી છે. રસી મૂકાવવા માટે લોકોએ CoWIN પોર્ટલથી સ્લોટ બૂક કરવો પડે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કોવિડ પોર્ટલ પર મોટી ગડબડી જોવા મળી રહી છે અને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીના બીજા ડોઝનો સ્લોટ બતાવી રહ્યું છે. 

fallbacks

શું છે કોવિડ પોર્ટલ પર ગડબડી?
વાત જાણે એમ છે કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાની પ્રક્રિયા 1 મેથી શરૂ થઈ ગઈ છે અને નિયમો મુજબ કોવેક્સીનનો પહેલો ડોઝ લીધાના 4 અઠવાડિયા બાદ બીજો ડોઝ અપાય છે. જ્યારે કોવિશીલ્ડ માટે બે ડોઝ વચ્ચે 12થી 16 અઠવાડિયાનું અંતર છે. 18 વર્ષથી 44 વર્ષના લોકો માટે રસીકરણ શરૂ થયે હજુ માત્ર 3 અઠવાડિયા થયા છે અને આવામાં બીજા ડોઝનો તો સવાલ જ નથી. પરંતુ આમ છતાં બીજા ડોઝની ઉપલબ્ધતા કોવિન પોર્ટલ પર દેખાડવામાં આવી રહી છે. 

લોકોમાં વધી રહ્યું છે કન્ફ્યૂઝન
રસી એપોઈન્ટમેન્ટ બૂક કરવા માટે કોવિન પોર્ટલ જ એકમાત્ર રસ્તો છે. પરંતુ અહીં જે લોકો એપોઈન્મેન્ટ બૂક કરવાની સતત કોશિશ કરી રહ્યા છે તેમનામાં બીજા ડોઝની ઉપલબ્ધતા દેખાડવામાં આવતા અસમંજસની સ્થિતિ છે. 

fallbacks

સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા નથી
કોવિન પોર્ટલ પર ગડબડી સામે આવ્યા બાદ હજુ સુધી સરકાર તરફથી આ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી કે આવું કેમ થાય છે. જ્યારે નિયમ મુજબ કોવેક્સીનના  બે ડોઝ વચ્ચે ઓછામાં ઓછું 4 સપ્તાહનું અને કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે 12થી 16 અઠવાડિયાનું અંતર રાખવાનું હોય છે. 

આ 3 રાજ્યમાં બાળકો પર જોવા મળ્યો કોરોનાનો કહેર, લક્ષણો નહીં છતાં બાળકો વાયરસ સંક્રમિત

અત્યાર સુધી અપાયા 19,60,51,962 રસીના ડોઝ
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાયના આંકડા મુજબ દેશભરમાં અત્યાર સુધીમાં 19,60,51,962 કોરોના રસીના ડોઝ અપાયા છે. જેમાંથી 15.29 કરોડ લોકોને પહેલો ડોઝ મળી ગયો છે. જ્યારે 4.32 કરોડ લોકોને રસીનો બીજો ડોઝ મળી ચૂક્યો છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More