Home> India
Advertisement
Prev
Next

Singhu Border પર બબાલ, રસ્તો ખાલી કરાવવા માટે 40 ગામોની મહાપંચાયત શરૂ

નવા કૃષિ કાયદા (Farm Laws) સામે છેલ્લા લગભગ 2 મહિનાથી હજારોની સંખ્યામાં ખેડૂતો સિંધુ બોર્ડર (Singhu Border) પર પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ પ્રજાસત્તાક દિવસ પર ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન હિંસા (Tractor Parade Violence) થઈ હતી

Singhu Border પર બબાલ, રસ્તો ખાલી કરાવવા માટે 40 ગામોની મહાપંચાયત શરૂ

નવી દિલ્હી: નવા કૃષિ કાયદા (Farm Laws) સામે છેલ્લા લગભગ 2 મહિનાથી હજારોની સંખ્યામાં ખેડૂતો સિંધુ બોર્ડર (Singhu Border) પર પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ પ્રજાસત્તાક દિવસ પર ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન હિંસા (Tractor Parade Violence) થઈ હતી જે બાદ આજે દિલ્હી-હરિયાણા બોર્ડર પર સ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઇ છે.

fallbacks

રસ્તો ખાલ્લી કરાવવા માટે થઈ બબાલ
અંહી પોતાને સ્થાનિક નાગરિક ગણાવતા ગ્રામિણોનું એક મોટું જૂથ પ્રદર્શનકારી ખેડૂતો પાસે જગ્યા ખાલી કરાવવાની માંગને લઇ ટકરાયું હતું. પ્રત્યક્ષદર્શીએ ટોળાને પથ્થર, લાકડીઓ, તલવાર સાથે જોયા હતા. ત્યારબાદ સ્થિતિ પર નિયંત્રણ લાવવા માટે પોલીસે લાઠી ચાર્જ કરવાની સાથે ટિયર ગેસના સેલ છોડ્યા હતા. આ બબાલ વચ્ચે એક વ્યક્તિએ દિલ્હી પોલીસના અલીપુર સ્ટેશનના પ્રભારી (SHO) પ્રદીપ પાલીવાલ પર તલવારથી હુમલો કર્યો, ત્યારબાદ તેઓ ઘાયલ થયા હતા.

આ પણ વાંચો:- Tractor Parade Violence: દિલ્હી પોલીસે લોકોને કરી અપીલ, ટ્રેક્ટર પરેડ હિંસા સંબધિત જાણકારી માંગી

સોનીપતમાં ચાલી રહી છે મહાપંચાયત
ઘણા સમય બાદ પોલીસે હંગામો શાંત કરાવ્યો. ત્યારબાદ હરિયાણાના સોનીપતમાં 40 ગામોની મહાપંચાયત શરૂ થઈ ગઇ. મહાપંચાયતમાં સિંધુ બોર્ડરને ખાલી કરાવવા પર ચર્ચા ચાલી રહી છે. ત્યારે પંજાબના રહેવાસી હરકીરત માન બેનીવાલે (21) કહ્યું કે, તે સ્થાનિક લોકો નથી, પરંતુ ભાડે બોલાવેલા ગુંડા છે. તે લોકોએ અમારી પર પથ્થરમારો કર્યો અને પેટ્રોલ બોમ્બ ફેંકી રહ્યા હતા. તેમણે કહ્યું કે, અમારી ટ્રોલી પણ સળગાવવાનો પ્રયત્ન કર્યો. અમે તેમનો પ્રતિકાર કરવા અહીં આવ્યા છીએ.

આ પણ વાંચો:- રાષ્ટ્રપતિના ભાષણ દરમિયાન કોંગ્રેસ સાંસદ Ravneet Singh Bittu નો હંગામો, સદનમાં લગાવ્યા નારા

તપાસ કરવા ગાઝીપુર પહોંચી FSLની ટીમ
ત્યારે પ્રજાસત્તાક દિવસ પર ટ્રેક્ટર પરેડમાં (Tractor Parade) થયેલી હિંસા મામલે તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) અને FSL ની ટીમ ગાઝીપુર બોર્ડર (Ghazipur Border) પહોંચી ગઈ છે. જ્યાં કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. FSL ની ટીમ અહીં પુરાવા ભેગા કરી રહી છે. રસ્તા પર પથ્થરના જે રોડ બ્લોકર લગાવ્યા હતા, તેની તપાસ કરવામાં આવી રહી છે. FSL દિલ્હીના પ્રમુખ સંજય કુમાર ગુપ્તાએ જણાવ્યું કે, કેવી રીતે ટેક્ટર દ્વારા આ બ્લોકને તોડવામાં આવ્યા હતા. કેટલી સ્પીડમાં ટ્રેક્ટર ટ્રોલી હતી. આ તમામ મુદ્દાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ CCTV ફૂટેજ, મોબાઈલ ફૂટેજને પણ તપાસ માટે લેબોરેટ્રી મોકલવાની તૈયારી પણ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More