Home> India
Advertisement
Prev
Next

તુમ્હારા રેટ ક્યા હૈ? કરોડપતિના દીકરાની ઓફરથી ધ્રૂસકે ધ્રૂસકે રડી યુવતી, જાણો પછી શું થયું

Noida Latest News: દિલ્હીમાં નોઈડાના એક પ્રખ્યાત મોલમાં  (Garden Galleria Mall Noida)બે જૂથો વચ્ચે અથડામણ થઈ, યુવતીએ રડતાં રડતાં જણાવ્યું કે એક છોકરાએ મારી પાસેથી આવીને મારો રેટ પૂછ્યો.

તુમ્હારા રેટ ક્યા હૈ? કરોડપતિના દીકરાની ઓફરથી ધ્રૂસકે ધ્રૂસકે રડી યુવતી, જાણો પછી શું થયું

Noida Latest News: દિલ્હીમાં સેક્ટર-38Aના ગાર્ડન ગેલેરિયા મોલમાં બે જૂથો વચ્ચે લડાઈનો મામલો સામે આવ્યો હતો, જેમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને જૂથના લોકોને જીઆઈપી પોસ્ટ પર લઈ ગઈ હતી.

fallbacks

નોઈડાના ગાર્ડન ગેલેરિયા મોલમાં ફરી એકવાર બખેડો જોવા મળ્યો હતો મોલની અંદર એક સાથે બે જૂથો સામસામે આવી ગયા, એક તરફ મહિલાએ ગંભીર આરોપ લગાવ્યા છે. GIP પોસ્ટની બહાર એક મહિલાનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 1 મિનિટ 59 સેકન્ડના વાયરલ થયેલા આ વીડિયોમાં મહિલાએ અશ્લીલતાનો ગંભીર આરોપ લગાવ્યો છે. બંને પક્ષોએ એકબીજા પર આરોપ લગાવ્યા છે. જો કે, અત્રે નોંધનીય છે કે, આ અંગે બંને પક્ષોએ પોલીસમાં કોઈ લેખિત ફરિયાદ કરી નથી. આ સમગ્ર ઘટના રવિવારે બની હોવાનું કહેવાય છે.

છોકરીએ રડતાં રડતાં કર્યા આક્ષેપો-
જ્યારે સેક્ટર-38એ સ્થિત ગાર્ડન ગેલેરિયા મોલમાં બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારે સ્થળ પર માહિતી મળ્યા બાદ પોલીસ બંને પક્ષોને જીઆઈપી પોસ્ટ પર લઈ ગઈ હતી. પીડિત યુવતીએ વાયરલ થઈ રહેલા વીડિયોમાં આરોપ લગાવ્યો છે કે અન્ય જૂથના કેટલાક લોકોએ તેનો રેટ પૂછ્યો હતો. યુવતીએ પોતાનો વીડિયો જાહેર કર્યો છે જેમાં તે સવાલ કરી રહી છે કે શું આ યોગી આદિત્યનાથનો આ ન્યાય છે. આ હાઇટેક સિટી છે.

આ સમગ્ર મામલો છે-
વિગતો એવી છે કે, એક મહિલાનો આરોપ છે કે તે તેના પતિ અને દિયર સાથે બારમાં આવી હતી, જ્યાં બીજી બાજુના યુવકોએ તેની સાથે અભદ્રતા કરી હતી. જ્યારે મહિલાએ વિરોધ કર્યો અને તેના પતિ અને દિયરે પણ તેનો સાથ આપ્યો. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે બોલાચાલી અને મારામારી પણ થઈ હતી. મહિલાના વીડિયોમાં સાંભળી શકાય છે કે તે કહી રહી છે કે બીજા પક્ષની યુવતીએ તેના પિતા ડીએસપી હોવાનું કહીને ધમકી આપી હતી. તેને અને તેના પરિવારને ખોટા આરોપમાં ફસાવીને જેલમાં મોકલવાની ચિમકી આપી હતી. તો બીજી બાજુએ પણ આક્ષેપો કર્યા છે. અન્ય પક્ષનો દાવો છે કે મહિલાની સાથે રહેલા પુરુષે તેમની પુત્રીનો હાથ પકડી લીધો હતો જ્યારે તેણીની ડાન્સ કરી રહી હતી અને જ્યારે તેણીએ વિરોધ કર્યો ત્યારે ઝઘડો શરૂ થયો હતો.

બંને પક્ષો વચ્ચે સમાધાન થયું-
જો કે, પોલીસે બંને પક્ષકારોને જીઆઈપી પોસ્ટ પર તેમની લેખિત ફરિયાદ આપવા કહ્યું ત્યારે બંને પક્ષોએ ફરિયાદ આપવાનો ઈન્કાર કર્યો હતો અને સમાધાનની વાત કરી હતી. પછી બંને ત્યાંથી ચાલ્યા ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર બંને પક્ષના લોકો ગૌર સીટીના રહેવાસી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More