Home> India
Advertisement
Prev
Next

તે મને રોજ મારતો હતો, મેં તેને એક જ વારમાં મારી નાખ્યો! પત્નીના ચોંકાવનારા ખુલાસા

મારો પતિ ખૂબ જ ક્રૂર હતો, તે મને બહાર જવા નહોતો દેતો, રૂમમાં બંધ રાખતો અને મને ખૂબ મારતો. જે પણ પૈસા કમાવીને લાવતો હતો એ પોતાની માતાને આપી દેતો હતો. તેણે મારાં બંને બાળકોને તેમની માતા પાસે રાખ્યાં અને પછી તેમને મારાથી દૂર કરી દીધાં. આ કબૂલાત શાહજહાંપુરમાં પોતાના પતિની હત્યા કરનારી પત્નીની છે.

તે મને રોજ મારતો હતો, મેં તેને એક જ વારમાં મારી નાખ્યો! પત્નીના ચોંકાવનારા ખુલાસા

Crime News: પત્નીએ તેની આપવિતી જણાવી છે . જેમાં પતિએ પત્ની પાસે 300 રૂપિયા માગ્યા અને જ્યારે મેં ના પાડી તો તેણે લાકડી લીધી. એના કારણે મેં ગુસ્સે થઈને તેના પર ઈંટ વડે હુમલો કરી તેનું માથું ફાડી નાખ્યું. તે મને વારંવાર મારતો હતો, મેં તેને એક જ વારમાં મારી નાખ્યો હતો. મારા ગુસ્સામાં મેં શું કર્યું એ વિશે હું સંપૂર્ણપણે અજાણ હતી. હાલ પોલીસે આરોપી પત્નીને પૂછપરછ બાદ જેલમાં મોકલી આપી છે અને કેસની તપાસ હાથ ધરી છે...

fallbacks

પતિએ પત્ની પાસે 300 રૂપિયા માગ્યા
ના પાડી તો લાકડી મારી 
પત્ની ગુસ્સે થઈ ઈંટથી માથું ફાડી નાખ્યું 

શું છે આખો મામલો-
પૂછપરછ દરમિયાન પત્નીએ અગાઉ જણાવ્યું હતું કે પતિ વારંવાર નોન-વેજ માગતો જેથી ગુસ્સો આવ્યો અને હત્યા કરી દીધી હતી. 

પીતા ક્યારેક દારૂ પીતા-
પપ્પા ક્યારેક દારૂ પીતા હતા. ક્યારેક નોન-વેજ બનાવવાનું કહેતા. ત્યારે મા ના પાડતી હતી. માતાની પહેલાં સારવાર ચાલી રહી હતી, પરંતુ હવે તે એકદમ સ્વસ્થ છે. ક્યારેક તેનું મગજ ગરમ થઈ જતું. આવી ઘટના પહેલાં પણ એકવાર બની ચૂકી છે, પરંતુ એ ઘટના વિશે વધુ માહિતી નથી.

પોલીસે ઈંટો કબજે કરી હતી-
પોલીસે આરોપી મહિલાની પૂછપરછ કરવામાં આવી છે. સ્થળ પરથી એક ઈંટ મળી આવી છે, જેનાથી મહિલાએ તેના પતિની હત્યા કરી હતી. આરોપી મહિલાને જેલમાં મોકલવામાં આવી છે. ત્યારે સંબંધોને તાર તાર કરતી ઘટનાઓમાં સતત વધારો આપણા બધા માટે ચિંતાનો વિષય છે...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More