Home> India
Advertisement
Prev
Next

મુકેશ અંબાણીના ઘરની બહાર તૈનાત ગુજરાતના જવાનના હાથથી ભૂલથી ટ્રિગર દબાઈ ગઈ, અને પછી...

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Relience Industry) ના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)ના ઘર એન્ટીલિયા (Antilia)માં તૈનાત સીઆરપીએફ જવાનના હાથથી અજાણતા જ ટ્રિગર દબાઈ જતા તેનું મોત નિપજ્યું છે. ઓટોમેટિક રાઈફલથી અચાનક ગોળીબારી થઈ હતી. આ ઘટના બુધવારે સાંજે બની હતી. મરનાર 30 વર્ષના જવાન રામભાઈ બકોત્રા મૂળ ગુજરાતના રહેવાસી હતા અને મુંબઈના પેદ્દાર રોડ પર એન્ટીલિયાના ગેટ પર તૈનાત હતા.

મુકેશ અંબાણીના ઘરની બહાર તૈનાત ગુજરાતના જવાનના હાથથી ભૂલથી ટ્રિગર દબાઈ ગઈ, અને પછી...

મુંબઈ :રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Relience Industry) ના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)ના ઘર એન્ટીલિયા (Antilia)માં તૈનાત સીઆરપીએફ જવાનના હાથથી અજાણતા જ ટ્રિગર દબાઈ જતા તેનું મોત નિપજ્યું છે. ઓટોમેટિક રાઈફલથી અચાનક ગોળીબારી થઈ હતી. આ ઘટના બુધવારે સાંજે બની હતી. મરનાર 30 વર્ષના જવાન રામભાઈ બકોત્રા મૂળ ગુજરાતના રહેવાસી હતા અને મુંબઈના પેદ્દાર રોડ પર એન્ટીલિયાના ગેટ પર તૈનાત હતા.

fallbacks

ભાજપ મોવડીઓએ કેતન ઈનામદારનો ગુસ્સો માંડ શાંત કર્યો, ત્યાં મધુ શ્રીવાસ્તવે રાજીનામાની ચીમકી આપી 

આ ઘટના બાદ મુંબઈના ગામદેવી પોલીસ સ્ટેશનમાં એક આકસ્મિક મોત થવાનો કેસ નોંધાયો છે. આ ઘટનાની તપાસ કરી રહેલ પોલીસ અધિકારીઓએ ગુરુવારે સાંજે જણાવ્યું હતું કે, શરૂઆતમાં અમને લાગતુ હતું કે, જવાને આત્મહત્યા કરી છે. પરંતુ તપાસમાં માલૂમ પડ્યું કે, જ્યારે રામભાઈ પોતાની રાઈફલ કાઢી રહ્યા હતા, ત્યારે અજાણતા ઢાળ હોવાથી તેઓ ફસડી પડ્યા હતા અને ભૂલથી ટ્રિગર ખેંચાયુ હતુ. આ દરમિયાન ઓટોમેટિક રાઈફલથી બે વાર ફાયરિંગ થયું હતું અને ગોળી રામભાઈના પેટમાં ખૂંપી હતી.  

મુંબઈ પોલીસમાં તૈનાત ઝોન-2ના ડીસીપી રાજીવ જૈને કહ્યું કે, અમે એન્ટીલિયાના સીસીટીવી ચકાસ્યા હતા. જેમાં જાણવા મળ્યું કે, રાઈફલની બેલ્ટ કાઢતા સમયે જવાન પડી ગયા હતા અને ટ્રિગર દબાયું હતું. તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. 

‘જાની દુશ્મન’ની જેમ કર્ણાવતી ક્લબમાં મારામારી પર ઉતરી આવી નણંદ-ભાભી, CCTV જોઈને નહિ થાય વિશ્વાસ

એન્ટીલિયામાં તૈનાત સીઆરપીએફ અને અન્ય અધિકારીઓએ ઘાયલ બકોત્રાને હરકિશનદાસ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં ગુરુવારે બપોરે તેઓએ દમ તોડ્યો હતો. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેજે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જેના બાદ ગુરુવારે સાંજે તેમના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપાયો હતો. તબીબોએ જણાવ્યું હતું કે, એક ગોળી તેમના પેટમાં ઘૂસી ગઈ હતી, અને પાછળથી નીકળી ગઈ હતી. 

શું છે Z + કેટેગરી સુરક્ષા
Z + સુરક્ષા ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા છે, જેમાં કુલ 36 સુરક્ષા કર્મીઓ હોય છે. તેમાં 10 એનએસજીના કમાન્ડોઝ હોય છે. પહેલા ગ્રૂપની જવાબદારી તેઓની હોય છે. તેના બાદ બીજા ગ્રૂપમાં એસપીજી અધિકારી હોય છે. ત્રીજા સ્તર પર આઈટીબીપી અને સીઆરપીએફના જવાનો સુરક્ષાની જવાબદારી સંભાળે છે. સીઆરપીએફ પાસે લગભગ 52 વીવીઆઈપીની સુરક્ષા છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, રિલાયન્સના મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More