Home> India
Advertisement
Prev
Next

પુલવામામાં સુરક્ષાદળોની ટીમ પર આતંકી હુમલો, એક જવાન શહીદ

દક્ષિણ કાશ્મીરના પુલવામામાં એક પોસ્ટ પર ચેકિંગ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળોની ટીમ પર ફાયરિંગ શરૂ કરી દીધુ. તેમાં એક જવાન શહીદ થયો છે. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. 

પુલવામામાં સુરક્ષાદળોની ટીમ પર આતંકી હુમલો, એક જવાન શહીદ

પુલવામાઃ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં એક જવાન શહીદ થઈ ગયો છે. અહીં ગોંગૂ ક્રોસિંગ વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા દળોની એક ટીમ ચેકપોસ્ટ પર તપાસ કરી રહી હતી. ત્યારે આતંકીઓએ પેટ્રોલ પાર્ટી પર ફાયરિંગ શરૂ કરી દીધુ. આ હુમલામાં સીઆરપીએફના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિનોદ કુમાર ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયા છે. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમનું નિધન થયુ હતું. આ વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. 

fallbacks

એએસઆઈ વિનોદ કુમાર આ આતંકી હુમલામાં શહીદ થયા છે. પાંચ દિવસ પહેલા જ શ્રીનગરની લાલ બજારમાં ચેક પોસ્ટ પર આતંકીઓએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. તેમાં જમ્મુ-કાશ્મીર પોલીસના એએસઆઈ મુશ્તાક અહમદ શહીદ થયા હતા. આ વર્ષે અલગ-અલગ જગ્યાઓ પર આતંકી હુમલામાં 9 પોલીસકર્મી શહીદ થઈ ચુક્યા છે. 

11 જુલાઈએ પુલવામામાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા, જેમાં જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર કૈસર કોકા પણ સામેલ હતા. કોકા ઘણી આતંકી ઘટનાઓના મામલામાં વોન્ટેડ હતો. રિપોર્ટ પ્રમાણે આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં 125 આતંકીઓને ઢેર કરવામાં આવ્યા છે. જેમાંથી 34 આતંકી પાકિસ્તાની હતી. જૂન મહિનામાં 34 આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો. 

આ પણ વાંચોઃ મધ્યપ્રદેશમાં આપની ધમાકેદાર એન્ટ્રી, ભાજપ પાસેથી સિંગરૌલી કોર્પોરેશનની સત્તા છીનવી

પ્રાપ્ત વિગત અનુસાર જમ્મુ-કાશ્મીરમાં હજુ 141 સક્રિય આતંકી છે, જેમાંથી 82 વિદેશી છે. રિપોર્ટનું કહેવું છે કે આતંકી સંગઠન આ સમયે જમ્મુ-કાશ્મીરમાં નાના અને આધુનિક હથિયારોને દાખલ કરવામાં લાગ્યા છે. હાલમાં થયેલા એનકાઉન્ટરમાં આ પ્રકારના હથિયાર જપ્ત થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More