Home> India
Advertisement
Prev
Next

Video: CRPF ના જવાનોએ નિભાવી ભાઈની ફરજ, J&Kમાં શહીદ થયેલા જવાનની બહેનના આ રીતે કરાવ્યા લગ્ન

આ ભાવુક વીડિયો જોઈને તમારી આંખો ભીંજાઈ જશે.

Video: CRPF ના જવાનોએ નિભાવી ભાઈની ફરજ, J&Kમાં શહીદ થયેલા જવાનની બહેનના આ રીતે કરાવ્યા લગ્ન

નવી દિલ્હી: કાશ્મીરના ખુબ જ સંવેદનશીલ અને આતંકગ્રસ્ત પુલવામા જિલ્લાના લેથપુરા સ્થિત 110 બટાલિયન સીઆરપીએફમાં તૈનાતી દરમિયાન સિપાઈ શૈલેન્દ્ર પ્રતાપ સિંહે આતંકવાદીઓ વિરુદ્ધ કમાન સંભાળતા 5 ઓક્ટોબર 2020ના રોજ દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. જવાન શૈલેન્દ્ર તો  બલિદાન આપીને અમર થઈ ગયા પરંતુ તેમની ફોર્સના અન્ય સાથીઓએ હાલમાં જ પોતાની એક મોટી જવાબદારી ખુબ સારી રીતે નિભાવીને ઉત્કૃષ્ટ મિસાલ કાયમ કરી. 

fallbacks

લગ્નમાં એક ભાઈની જગ્યાએ અનેક ભાઈ
હકીકતમાં રાયબરેલીના અમર સપૂત શહીદ શૈલેન્દ્ર પ્રતાપ સિંહની બહેન જ્યોતિના લગ્નનો કાર્યક્રમ 13 ડિસેમ્બર 2021ના રોજ રાયબરેલી સ્થિત તેમના ઘરે સંપન્ન થયો. લગ્ન સમારોહમાં ઉપસ્થિત તમામ માટે એક ક્ષણ એવી ભાવુક કરનારી સાબિત થઈ કે જ્યારે શહીદની બહેનના લગ્નમાં CRPF ના જવાનો અને અધિકારીઓએ પહોંચીને રસ્મોમાં હાજર રહી જવાબદારી નિભાવી. તમામએ સગા ભાઈની જેમ બહેનને પોતાના આશીર્વાદ આપ્યા. 

જુઓ ઈમોશનલ વીડિયો
CRPF ના જવાનોએ બહેનને ઉપહાર આપ્યા અને ફૂલોની ચાદર લઈને બહેનને સ્ટેજ સુધી લઈ ગયા અને તેમણે જ બહેન જ્યોતિને વિદાય આપી. 

આવું હિન્દુસ્તાનમાં જ થઈ શકે છે
CRPF ના આ જવાનોએ પોતાના સ્તર પર એક સારી પહેલ કરીને ભાઈની ભૂમિકા ભજવી. તમામની આંખોમાં ખુશી અને દુ:ખના આંસુ છલકાયા હતા. દુ:ખ એટલા માટે કારણ કે તમામને શહીદ શૈલેન્દ્રની કમી મહેસૂસ થતી હતી અને ખુશી એટલા માટે કારણ કે સીઆરપીએફના આ જવાનો દ્વારા  ભાઈની ભૂમિકા અદા કરતા શહીદ શૈલેન્દ્રની કમીને પૂરી કરવાનો પ્રયત્ન કરાયો. શહીદ શૈલેન્દ્રના પિતાએ કહ્યું કે ભલે મારો પુત્ર હવે આ દુનિયામાં નથી પરંતુ મને સીઆરપીએફના આ સૈનિકોના રૂપમાં નવા પુત્રો મળી ગયા છે જે દરેક સુખ દુ:ખમાં હંમેશા અમારી પડખે ઊભા રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More