Home> India
Advertisement
Prev
Next

દેશમાં સાયબર ફ્રોડના કેસમાં વધારો, છેલ્લા 9 મહિનામાં લોકોએ ગુમાવ્યા કરોડો રૂપિયા, તમે પણ આ વાતનું રાખજો ધ્યાન

દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી સાયબર ગુનાઓની સંખ્યા વધી રહી છે. લોકો સાથે વિવિધ રીતે છેતરપિંડી કરી બેંક એકાઉન્ટ ખાલી કરી લેવામાં આવે છે. એક રિપોર્ટ પ્રમાણે દેશમાં છેલ્લા એક વર્ષમાં સાયબર ફ્રોડના કેસમાં ચાર ગણો વધારો થયો છે. 

 દેશમાં સાયબર ફ્રોડના કેસમાં વધારો, છેલ્લા 9 મહિનામાં લોકોએ ગુમાવ્યા કરોડો રૂપિયા, તમે પણ આ વાતનું રાખજો ધ્યાન

નવી દિલ્લીઃ દેશ જેમ-જેમ ડિજિટલીકરણ તરફ આગળ વધી રહ્યો છે તેમ-તેમ સાયબર ફ્રોડની ઘટનાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે... જેના કારણે સૌથી વધારે મુશ્કેલી દેશના લોકોને જ ઉઠાવવી પડી રહી છે... લોકસભામાં આપવામાં આવેલી જાણકારી પ્રમાણે છેલ્લાં 9 મહિનામાં સાયબર ફ્રોડના રેકોર્ડબ્રેક કિસ્સા નોંધાયા છે... જેના કારણે લોકોને અધધ 107 કરોડથી વધારે રૂપિયાનું નુકસાન થયું છે... ત્યારે કેમ ભારતમાં સાયબર ફ્રોડના કેસ વધ્યા?... કઈ રીતે સાયબર ફ્રોડથી બચી શકાય?... જોઈશું આ અહેવાલમાં...

fallbacks

શું તમને ATM કાર્ડ બ્લોકનો ફોન આવે છે?..
શું તમને કોઈ 6 આંકડાનો નંબર પૂછે છે?
શું તમને કોઈ કેશબેકનો ફોન આવે છે?... 

જો તમને આ પ્રકારના કોઈપણ ફોન આવે તો ચેતી જજો... કેમ કે તે સાયબર ફ્રોડ હોઈ શકે છે... દેશમાં સાયબર ફ્રોડના કેસ અટકવાનું નામ લઈ રહ્યા નથી... સાયબર ગુનેગારો નવા-નવા પ્રકારો શોધીને લોકોને પોતાના શિકાર બનાવી રહ્યા છે... અને પોતાની જાળમાં ફસાવીને મોટી રકમ વસૂલ કરે છે... 

હવે તમારા મનમાં સવાલ થતો હશે કે શું સરકાર સાયબર ફ્રોડની ઘટના અટકાવવા માટે કશું કરતી નથી?... તો તેનો જવાબ છે હા... સરકાર પોતાના તરફથી તેને રોકવાના તમામ પ્રયાસો કરે છે... પરંતુ તેમ છતાં સાયબર ગુનેગારો કોઈને કોઈ રીતે લોકોને ઠગવામાં સફળ થઈ જાય છે... અને તેનાથી તે લોકોને બહુ મોટો ફાયદો પણ થાય છે... કઈ રીતે આ આંકડાથી સમજો...

છેલ્લાં 9 મહિનામાં સાયબર ફ્રોડના અઢળક કેસ નોંધાયા..જેનાથી લોકોને 107 કરોડથી વધારે રૂપિયાનું નુકસાન થયું.. આ તો માત્ર છેલ્લાં 9 મહિનાની વાત છે... છેલ્લાં ઘણા સમયથી સાયબર ફ્રોડની ઘટનામાં ધરખમ વધારો થયો છે... જેમાં છેલ્લાં 1 વર્ષમાં તે વધીને ચારગણો થઈ ગયો છે... આ અંગેનો ખુલાસો લોકસભામાં નાણા મંત્રાલયે કર્યો છે...

આ પણ વાંચોઃ મસૂરીની જે હોટલમાં થઈ રહ્યા છે પંતની બહેનના લગ્ન,અંદરનો નજારો જોઈ આંખો થઈ જશે પહોંળી

છેલ્લાં 1 વર્ષમાં 1 લાખથી વધારેની રકમના ફ્રોડના કેસમાં વધારો થયો છે...
2015માં 1 લાખથી વધારેની ઠગાઈના 845 કેસ નોંધાયા હતા...
તે સમયે લોકોને કુલ 18.46 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું...
2024માં સાયબર ફ્રોડના કેસ વધીને 29,000ને પાર પહોંચી ગયા છે...
જેનાથી લોકોને 177.25 કરોડ રૂપિયાનું નુકસાન થયું...
જ્યારે 2025માં અત્યાર સુધી 13,384 કેસ નોંધાઈ ચૂક્યા છે...
જેમાં 107.21 કરોડ રૂપિયાનો ચૂનો લોકોને લગાવવામાં આવ્યો છે...

નાણા મંત્રાલયે કહ્યું કે અધૂરી KYC વાળા એકાઉન્ટ અને ફિશિંગ અટેક્સની સાથે અલગ-અલગ રીતે લોકોને નિશાન બનાવવામાં આવે છે... એટલે હોટલ બુકિંગથી લઈને કૂરિયર ડિલિવરી સુધીના નામ પર સ્કેમ ચાલી રહ્યા છે... તેનાથી બચવા માટે વધારે સાવધાની રાખવાની જરૂર છે... નહીં તો આવા કેસમાં સાવધાની હટી દુર્ઘટના ઘટી જેવી સ્થિતિ સર્જાશે...

હાલમાં સરકાર ડિજિટલીકરણ પર ભાર મૂકી રહ્યું છે... સાથે જ આજના યુવાઓ શોપિંગથી લઈને ફૂડ સુધી બધું ઓનલાઈન મંગાવતા થયા છે... અને આ સમયે ઓનલાઈન સ્કેમનો શિકાર થવાની શક્યતા વધી જાય છે... ત્યારે તેનાથી કઈ રીતે બચી શકાય?... તે પણ જાણવું જરૂરી છે...

સોશિયલ મીડિયા પર આકર્ષક જાહેર ખબરની લાલચમાં ન આવો...
અજાણ્યા કે શંકાસ્પદ વ્યક્તિથી મળેલ મેસેજ પર વિશ્વાસ ન કરશો...
શંકાસ્પદ ઈ-મેઈલ કે બીજી ફાઈલ પર વિશ્વાસ ન કરવો...
પેમેન્ટ કરવાની કોઈપણ લિંક પર ક્યારેય ક્લિક ન કરશો...
અજાણી વ્યક્તિને પોતાની સંવેદનશીલ જાણકારી ન આપશો...
બુકિંગ કે પૂછપરછ માટે સત્તાવાર વેબસાઈટનો ઉપયોગ કરો...
પેમેન્ટ કરતાં પહેલાં હંમેશા તેને વેરિફાય કરો...

છેલ્લાં 1 વર્ષમાં બનેલી સાયબર ફ્રોડની ઘટનાએ ચોક્કસથી લોકોની ચિંતામાં વધારો કર્યો છે... એટલે સાવધાની રાખવી જરૂરી છે... કેમ કે સાવધાની જ તમારો બચાવ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More