Home> India
Advertisement
Prev
Next

તોળાઈ રહ્યું છે મોટું જોખમ, ગણતરીના કલાકોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે 'અમ્ફાન'

ચક્રવાત તોફાન અમ્ફાન (Cyclone Amphun) હવે સમય જેમ જેમ પસાર થઈ રહ્યો છે તેમ તેમ શક્તિશાળી બની રહ્યું છે. હાલ આ તોફાની વાવાઝોડું અમ્ફાન રવિવારે 9 કિમી/પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધી ગયુ છે. હવે તે આગામી 6 કલાક દરમિયાન એક તોફાની શક્તિશાળી વાવાઝોડુ બનીને વિકરાળ સ્વરૂપ લે તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. 

તોળાઈ રહ્યું છે મોટું જોખમ, ગણતરીના કલાકોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે 'અમ્ફાન'

નવી દિલ્હી: ચક્રવાત તોફાન અમ્ફાન (Cyclone Amphun) હવે સમય જેમ જેમ પસાર થઈ રહ્યો છે તેમ તેમ શક્તિશાળી બની રહ્યું છે. હાલ આ તોફાની વાવાઝોડું અમ્ફાન રવિવારે 9 કિમી/પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધી ગયુ છે. હવે તે આગામી ગણતરીના કલાકો દરમિયાન એક તોફાની શક્તિશાળી વાવાઝોડુ બનીને વિકરાળ સ્વરૂપ લે તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. 

fallbacks

મળતી માહિતી મુજબ ચક્રવાતી તોફાન ઉત્તર, પછી ઉત્તર-પૂર્વ અને બાદમાં બંગાળની ખાડી તરફ ઝડપથી આગળ વધવાની સંભાવના છે. 20મી મે બપોરે કે સાંજ સુધીમાં આ ભયંકર ચક્રવાતી તોફાન દીધા(પશ્ચિમ બંગાળ), હટિયા દ્વિપ સમૂહ (બાંગ્લાદેશ) વચ્ચે બાંગ્લાદેશના કાઠા વિસ્તારોમાંથી પસાર થઈ શકે છે.

હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ધીરે ધીરે તે ઉત્તર તરફ વધે તેવી શક્યતા વધુ છે. ત્યારબાદ તે ઉત્તર ઉત્તર પૂર્વ તરફથી ઝડપથી બંગાળના ઉત્તર પશ્ચિમી ખાડી તરફ આગળ વધશે. 20મી મેના બપોર કે સાંજ સુધીમાં તે દીધા (પશ્ચિમ બંગાળ) અને હટિયા દ્વિપ સમૂહ (બાંગ્લાદેશ) વચ્ચે ભયંકર સમુદ્રી તોફાન તરીકે વિસ્ફોટ કરી શકે છે. 

ચક્રવાતી તોફાનના કારણે ઓડિશાના ગંજમ, પુરી, જગતસિંહપુર અને કેન્દ્રપાડા જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે સોમવારે અન્ય કાઠા વિસ્તારોમાં હળવો કે ભારે વરસાદ થઈ શકે છે. 

જુઓ LIVE TV

ચક્રવાતી તોફાનને ધ્યાનમાં રાખીને ઓડિશામાં પ્રશાસન સમુદ્રી વિસ્તારોમાં રહેતા લોકોને હટાવીને સુરક્ષિત જગ્યાઓ પર પહોંચાડી રહ્યું છે. ઓડિશામાં જ લગભગ 11 લાખ લોકોને સુરક્ષિત જગ્યાઓ પર લઈ જવાયા છે. એટલું જ નહીં ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ અને ફાયર સર્વિસના જવાનોને અનેક જિલ્લાઓમાં ડ્યૂટી પર તૈનાત કરાયા છે. 

ઓડિશા સરકારે પહેલા જાહેરાત કરી હતી કે સમુદ્રી તટ સાથે 649 ગામડાઓમાં લગભગ સાત લાખ લોકો વાવાઝોડા અમ્ફાનના કારણે ગંભીર રીતે પ્રભાવિત થઈ શકે છે. જો કે સીએમ નવિન પટનાયકે લોકોને અપીલ કરી છે કે તેઓ ગભરાય નહીં અને પ્રશાસનનો સહયોગ કરે.  

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More