Home> India
Advertisement
Prev
Next

Biparjoy Latest Update: વિનાશક બિપરજોય ગુજરાતથી કેટલું દૂર, Live Tracker માં જુઓ ભયાનક વાવાઝોડાની પળેપળની અપડેટ

Gujarat Weather Update: અરબી સમુદ્રમાં ઉદભવેલું ભયાનક વાવાઝોડું બિપરજોય આજે ગુજરાતમાં કચ્છ અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાય તેવી સંભાવના છે. ખુબ જ શક્તિશાળી આ તોફાનના લેન્ડફોલને જોતા કચ્છ સહિત સમગ્ર ગુજરાતના કાંઠા વિસ્તારોમાં આજે લોકડાઉન જેવી સ્થિતિ રહેશે. ગુજરાતના તમામ કાંઠા વિસ્તારોમાં શાળાઓ અને કોલેજો બંધ કરી દેવાયા છે.

Biparjoy Latest Update: વિનાશક બિપરજોય ગુજરાતથી કેટલું દૂર, Live Tracker માં જુઓ ભયાનક વાવાઝોડાની પળેપળની અપડેટ

અરબી સમુદ્રમાં ઉદભવેલું ભયાનક વાવાઝોડું બિપરજોય આજે ગુજરાતમાં કચ્છ અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાય તેવી સંભાવના છે. ખુબ જ શક્તિશાળી આ તોફાનના લેન્ડફોલને જોતા કચ્છ સહિત સમગ્ર ગુજરાતના કાંઠા વિસ્તારોમાં આજે લોકડાઉન જેવી સ્થિતિ રહેશે. ગુજરાતના તમામ કાંઠા વિસ્તારોમાં શાળાઓ અને કોલેજો બંધ કરી દેવાયા છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. ગુજરાત સરકારે અત્યાર સુધીમાં આઠ જિલ્લામાંથી 74,435  લોકોને ખસેડ્યા છે. બીજી બાજુ ચક્રવાતથી પ્રભાવિત થનાર ગામડાઓમાં કલમ 144 લાગૂ કરાઈ છે.  બિપરજોય ગુજરાતની એકદમ નજીક પહોંચી રહ્યું છે. 

fallbacks

બિપરજોયની લેટેસ્ટ અપડેટ
હવામાન ખાતાના લેટેસ્ટ બુલેટિન મુજબ બિપરજોય સવારે 5.30 વાગ્યાની સ્થિતિ મુજબ જખૌ બંદરથી 180  કિમી દૂર છે. જે આજે સાંજે સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠા વિસ્તારોથી પસાર થઈને માંડવી અને વચ્ચે જખૌ બંદરની આજુબાજુમાં સાંજે ટકરાય તેવી પૂરેપૂરી શક્યતા છે. લેટેસ્ટ અપડેટ મુજબ આ વાવાઝોડાની દિશામાં થોડો ફેરફાર થયો છે અને હવે તે કચ્છ તરફ વળ્યું છે. આવામાં કચ્છને સૌથી વધુ અલર્ટ પર રખાયું છે. 

હવામાન ખાતાના જણાવ્યાં મુજબ તોફાન જ્યારે ટકરાશે ત્યારે 120 કિમીથી લઈને 135 કિમી સુધીની ઝડપ હશે. એટલે કે તે 15મી ગુરુવારે સાંજે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. આવામાં લોકોને ઘરોમાંથી બહાર ન નીકળવાની ચેતવણી અપાઈ છે. 

હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા
રાજ્ય સરકારે અત્યાર સુધીમાં આઠ જિલ્લાઓમાંથી 74,435 લોકોને જોખમી જગ્યાઓ પરથી ખસેડીને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. જૂનાગઢમાં 4604, કચ્છમાં 34300, જામનગરમાં 10000, પોરબંદરમાં 3469, દેવભૂમિ દ્વારકામાં 5036, ગિરસોમનાથમાં 1605, મોરબીમાં 9243 અને રાજકોટમાં 6089 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. ગુજરાતમાં આ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને પવન પણ ફૂંકાઈ રહ્યો છે. જેને પગલે દ્વારકાધીશ મંદિરથી લઈને સોમનાથ સહિત મોટાભાગના મંદિરો આજે બંધ રહેશે. 

બિપરજોયને જુઓ લાઈવ ટ્રેકિંગમાં ક્યાં પહોંચ્યું છે
ગુજરાત તરફ આગળ વધી રહેલા બિપરજોય વાવાઝોડાની લાઈવ ટ્રેકરમાં મૂવમેન્ટ જોવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો. બિપરજોય વાવાઝોડાને ટ્રેક કરવા માટે Live Tracker. 

ગુજરાતમાં આજે સમુદ્ર કિનારાવાળા વિસ્તારોમાં ભારે વરસાદનું અલર્ટ છે. 14 જૂનના રોજ કચ્છના અંજારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો. સમુદ્રી તોફાનના લેન્ડફોલ 15 જૂનની સાંજે 4 વાગ્યાથી આઠ વાગ્યાની વચ્ચે થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ લેન્ડફોલ બાદ પણ ગુજરાતના કાંઠા અને અન્ય વિસ્તારોમાં તેનો પ્રભાવ રહી શકે છે. આવામાં 16 અને 17 જૂન અલર્ટ જાહેર કરાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More