Home> India
Advertisement
Prev
Next

તબાહી મચાવી નબળું પડ્યું ચક્રવાતી તોફાન દાના, બંગાળમાં એકનું મોત, ફ્લાઇટ અને ટ્રેન સેવા શરૂ

Cyclone Dana News Updates: ચક્રવાતી તોફાન દાના નબળું પડવાનું શરૂ થયું છે. વાવાઝોડું હવામાન વિભાગની ધારણા મુજબ આક્રમક ન હતું. તેની વધુ અસર ઓડિશાના બાલેશ્વરમાં જોવા મળી હતી. જાનમાલનું કોઈ નુકસાન થયું નથી. બંગાળ, ઓડિશા અને ઝારખંડના લોકોને પણ રાહત મળી છે.
 

  તબાહી મચાવી નબળું પડ્યું ચક્રવાતી તોફાન દાના, બંગાળમાં એકનું મોત, ફ્લાઇટ અને ટ્રેન સેવા શરૂ

નવી દિલ્હીઃ  ઓડિશાથી લઈને પશ્ચિમ બંગાળ સુધી દાના સાયક્લોને કહેર વર્તાવ્યો.. ભારે પવનના કારણે અસંખ્ય જગ્યાએ વૃક્ષ ધરાશાયી થઈ ગયા,, કાચા મકાનો જમીન દોસ્ત થઈ ગયા,, મોડી રાત્રે ત્રાટકેલા ચક્રવાતના કારણે ઓડિશામાં હાહાકાર મચી ગયો.. 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું મોડી રાત્રે ઓડિશા સાથે ટકરાયું અને સવાર પડતા પડતાં જ્યાં જુઓ ત્યાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા.. દાના વાવાઝોડાએ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં કેવી મચાવી તબાહી,, જુઓ આ રિપોર્ટમાં.. 

fallbacks

સૂસવાટા નાખતો પવન અને ગાંડોતૂર બનેલો આ દરિયો ઓડિશામાં દાના વાવાઝોડાની તબાહી કહી રહ્યો છે. રાતના અંધકારમાં ઓડિશામાં ત્રાટકેલા આ વિનાશકારી વાવાઝોડાએ જ્યાં જુઓ ત્યાં કહેર વર્તાવ્યો છે. બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન 'દાના' ગુરુવારે રાત્રે 12:05 કલાકે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઓડિશાના દરિયાકાંઠે અથડાયું હતું.. ભારે પવન અને દરિયામાં મહાકાય મોજાએ આખી રાત સુધી ઓડિશાને બાનમાં લઈને રાખ્યું..

ચક્રવાત 'દાના' 120 KMની ઝડપે પસાર થયું, અને ઓડિશાના ધામરા-ભીતરકણિકામાં લેન્ડફોલ થયું હતું.. વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા સવારે લગભગ 8:30 વાગ્યે સમાપ્ત થઈ ગઈ હતી. ચક્રવાત દાના સતત તબાહી મચાવી રહ્યું છે, રસ્તાઓ પર વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા હતા.. ચક્રવાત દાના જમીન પર પહોંચ્યા પછી વિનાશના દ્રશ્યો સામે આવ્યા હતા.. અસંખ્ય જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા.. અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા.. તેમજ માર્ગો પરના વીજ થાંભલાઓ ઉખડી ગયા હતા..

ઓડિશામાં ચક્રવાત દાના પછી જાનમાલના નુકસાનને રોકવા માટે સાવચેતીના પગલા તરીકે લગભગ 5.84 લાખ લોકોને ખસેડવામાં આવ્યા છે.. પશ્ચિમ બંગાળમાં નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર માટે 3.5 લાખથી વધુ લોકોની ઓળખ કરવામાં આવી છે.. દાના વાવાઝોડું લેન્ડફોલ થયા બાદ મુખ્યમંત્રી મોહન ચર માઝીએ ભુવનેશ્વરમાં ઈમરજન્સી કંટ્રોલ રૂમમાં પરિસ્થિતિ પર નજર રાખી હતી.. CM દ્વારા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે અને તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે ચક્રવાતને ધ્યાનમાં રાખીને તમામ વ્યવસ્થાઓ પૂર્ણ છે.. બીજી તરફ રેસ્ક્યૂ કામગીરી માટે NDRF પણ સજ્જ છે..

ઓડિશા તથા પશ્ચિમ બંગાળ સરકારોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં શનિવાર સુધી શાળા-કૉલેજોને બંધ રાખવાના નિર્દેશ આપ્યા છે.. ગત બે મહિનામાં બે વાવાઝોડાં ભારતીય તટો ઉપર ત્રાટક્યાં છે.. આ પહેલાં ઑગસ્ટ મહિનાના અંતભાગમાં 'આસના' વાવાઝોડું ત્રાટક્યું હતું. જેણે પ્રાયદ્વીપ વિસ્તારને પ્રભાવિત કર્યો હતો..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More