Home> India
Advertisement
Prev
Next

Cyclone Fengal: 90 કિમીની ઝડપે આવી રહ્યું છે તોફાન, આ જગ્યાઓ મચાવશે તાંડવ, ભારે નુકસાનની સંભાવના!

ચક્રવાતી તોફાન ફેંગલને લઈને હવામાન વિભાગ એલર્ટ પર છે. આઈએમડીએ જણાવ્યું કે દેશમાં કઈ-કઈ જગ્યાએ વરસાદ પડશે? સાથે રાજ્ય વહીવટી તંત્રને કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
 

  Cyclone Fengal: 90 કિમીની ઝડપે આવી રહ્યું છે તોફાન, આ જગ્યાઓ મચાવશે તાંડવ, ભારે નુકસાનની સંભાવના!

નવી દિલ્હીઃ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન શુક્રવારે બપોરે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગે શુક્રવારે આ જાણકારી આપી. 'ફેંગલ' (Fengal) નામનું ચક્રવાતી તોફાન 30 નવેમ્બરની બપોરે પુડુચેરી નજીક પહોંચે તેવી શક્યતા છે. આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ 90 કિમી પ્રતિ કલાક સુધી રહી શકે છે.

fallbacks

શનિવારે બપોરે ટકરાશે
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)એ કહ્યું કે બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમમાં બનેલું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. વર્તમાનમાં આ સિસ્ટમ ચેન્નઈથી 380 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં કેન્દ્રીત છે. એકવાર તે તોફાનમાં પરિવર્તિત થઈ જાય તો તેના ઉત્તર-પશ્ચિમ તરફ વધવાની અને શનિવારે બપોર સુધી કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચે લેન્ડફોલ થવાની સંભાવના છે. 

આ જગ્યાએ પડશે ભારે વરસાદ
હવામાન વિભાગે જણાવ્યું કે ચક્રવાતી તોફાનને સત્તાવાર રીતે ફેંગલ નામ આપવામાં આવ્યું છે. શુક્રવાર અને શનિવારે દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશ અને રાયલસીમાના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડવાનું અનુમાન છે. આ સાથે નેલ્લોર, ચિત્તૂર, તિરૂપતિ અને અન્નામય્યા જેવા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ લગ્ન મંડપમાં બેઠા-બેઠા વરરાજો કરી રહ્યો હતો આ કામ, વીડિયો થઈ ગયો વાયરલ, લોકોએ કહ્યું

માછીમારોને દરિયાથી દૂર રહેવાની સૂચના
હવામાન વિભાગે દક્ષિણી દરિયાઈ ક્ષેત્રોમાં 75 કિલોમીટર પ્રતિ કલાકની હવાઓ ચાલવાની ચેતવણી જાહેર કરી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. જે માછીમારો દરિયામાં છે તેને તત્કાલ કિનારા પર પરત ફરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.

પોર્ટ માટે ખાસ એલર્ટ જાહેર
ચક્રવાતી તોફાન ફેંગલને કારણે આંધ્ર પ્રદેશના કૃષ્ણાપટ્ટનમ અને નિઝામપટ્ટનમ પોર્ટ પર ફેઝ 3ની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આંધ્ર પ્રદેશના અન્ય પોર્ટ પર ફેઝ-1નું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More