Home> India
Advertisement
Prev
Next

Cyclone Gulab : આંધ્રપ્રદેશ અને ઓડિશાના કિનારે ટકરાયું વાવાઝોડુ, બે માછીમારોના મોત


ચક્રવાતી તોફાન ગુલાબ  (Cyclone Gulab) થી આંધ્રપ્રદેશ-ઓડિશામાં ભારે વરસાદ શરૂ થયો છે. સ્થિતિનો સામનો કરવા અને બચાવ કાર્ય માટે નેવીની સબમરીન સમુદ્રમાં તૈનાત છે. 

Cyclone Gulab : આંધ્રપ્રદેશ અને ઓડિશાના કિનારે ટકરાયું વાવાઝોડુ, બે માછીમારોના મોત

ભુવનેશ્વરઃ ચક્રવાતી તોફાન 'ગુલાબ' (Cyclone Gulab) ને કારણે ઓડિશા-આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાથી 1100 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જિલ્લા તંત્રનું કહેવું છે કે આગામી બે કલાક મહત્વની છે. 

fallbacks

ગુલાબ તોફાનથી બે માછીમારોના મોત
આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં રહેતા બે માછીમારોના રવિવારે સાંજે બંગાળની ખાડીમાં આવેલા ગુલામ તોફાનની ઝપેટમાં આવવાથી મોત થયા છે. જ્યારે એક હજુ લાપતા છે. તો ત્રણ અન્ય માછીમારોને કિનારા પર લાવવામાં સફળતા મળી છે. તેમણે અક્કુપલ્લી ગામથી રાજ્યના મત્સ્ય મંત્રી એસ અપ્પાલા રાજૂને ફોન કરી સ્વયં સુરક્ષિત હોવાની જાણકારી આપી છે. 

એનડીઆરએફ ઇન્સ્પેક્ટરનું નિવેદન
એનડીઆરએફના ઇન્સ્પેક્ટર અમિત ગુપ્તાએ કહ્યુ કે ગંજામ જિલ્લામાં અમારી ત્રણ ટીમ છે. અમારી પાસે કટિંગ ઉપકરણ અને પુરથી સંબંધિત ઉપકરણ છે, ચક્રવાત બાદ અહીં નિચલા વિસ્તારમાં પૂર આવે છે તો અમારી પાસે ચાર હોળી છે. જેનાથી અમે ફસાયેલા લોકોને બચાવી શકીએ છીએ. અમે અમારા બ્લોક તંત્રના સંપર્કમાં છીએ. 

ભારે પવન સાથે જોરદાર વરસાદ
જિલ્લાના જોઈન્ટ કલેક્ટર સુમિત કુમારે કહ્યુ કે NDRF-SDRF ની 6 ટીમની સાથે તંત્રની રેસ્ક્યૂ ટીમ પણ તૈયાર છે. હાલ જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ છે. આશરે 90-100ની ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે. સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. 

સમુદ્રમાં ડૂબ્યા પાંચ માછીમારો
આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં પાંચ માછીમારો આજે સાંજે સમુદ્રથી પરત ફરવા સમયે મંડાસા કિનારા પર તેનું વહાણ પવન સાથે ટકરાતા સમુદ્રમાં પડી ગયું હતું. પોલીસ અને અન્ય અધિકારી તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

પીએમ મોદીએ આંધ્ર પ્રદેશના સીએમ સાથે કરી વાત
આ પહેલા ચક્રાવાત તોફાનથી ઉભી થયેલી સ્થિતિની જાણકારી માટે પીએમ નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડી સાથે વાત કરી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે, કેન્દ્રએ તમામ મદદનું આશ્વાસન આપ્યું છે. હું બધાની સુરક્ષા અને કલ્યાણ માટે પ્રાર્થના કરુ છું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More