નવી દિલ્હીઃ Cyclone Hamoon Update: બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન હામૂન મજબૂત થઈ રહ્યું છે. તેના કારણે હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. એટલું જ નહીં હવામાન વિભાગે જનતાને તોફાન વિશે અપડેટ રહેવા અને સત્તાવાર સલાહનું પાલન કરવાનું કહ્યું છે.
હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની ખાડીની ઉપર બની રહેલું ચક્રવાતી તોફાન હામૂન છેલ્લા છ કલાકમાં 23 કિમી પ્રતિ કલાકની ગતિની સાથે પૂર્વોત્તર તરફ વધી ગયું. તેની તીવ્રતા કલાકો સુધી યથાવત રહેવાની સંભાવના છે. ત્યારબાદ તે ઉત્તર-પૂર્વ તરફ વધતા ધીમે-ધીમે નબળું પડશે.
25 ઓક્ટોબરે બાંગ્લાદેશ પહોંચશે હામૂન
હવામાન વિભાગે કહ્યું કે હામૂન 25 ઓક્ટોબરની સાંજે ખેપુપારા અને ચટગાંવની વચ્ચે બાંગ્લાદેશ કિનારો પાર કરે તેવી સંભાવના છે. આ દરમિયાન ત્યાં લેન્ડફોલ થઈ શકે છે. ચક્રવાતી તોફાનની ગતિ 65થી 75 કિમી પ્રતિ કલાકની ગતિથી વધી 85 કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે.
Alert: Cyclone 'Hamoon' Strengthens, Coastal Areas on High Alert Stay safe! Cyclone 'Hamoon' is getting stronger. Follow official advisories for updates and precautions. pic.twitter.com/jV4aDhbvRk
— India Meteorological Department (@Indiametdept) October 24, 2023
કેરલ અને તમિલનાડુમાં વરસાદ
તો ચક્રવાતી તોફાન હામૂનને કારણે કેરલ અને તમિલનાડુમાં વરસાદ જોવા મળ્યો છે. અહીં 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે કહ્યું કે સાઇક્લોન મંગળવાર (24 ઓક્ટોબર) ના તીવ્ર થઈ ગયું હતું. આગામી કેટલાક કલાક સુધી તેની તીવ્રતા યથાવત રહેશે અને પછી બાંગ્લાદેશમાં હિટ કરશે.
નાગાલેન્ડ, મણિપુરર અને મિઝોરમમાં વરસાદની સંભાવના
હવામાન વિભાગ પ્રમાણે આજે અને કાલે અસમના દક્ષિણી ભાગ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાં ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. આ સિવાય કેરલ અને તમિલનાડુમાં આગામી 24 કલાક ભારે વરસાદ જોવા મળશે.
આ પણ વાંચોઃ ખુશખબર! હવે વિઝા વગર કરી શકશો પ્રવાસ : આ 6 દેશો માટે ફ્રી વિઝા સ્કીમ જાહેર
યમનના કિનારાને પાર કરી ગયું તેજ વાવાઝોડું
આ વચ્ચે અરબી સમુદ્રમાં ઉભું થયેલું વાવાઝોડું તેજ યમન અને ઓમાનના કિનારા પર પહોંચી ગયું છે. હવામાન વિભાગ તરફથી આપેલી માહિતી પ્રમાણે ચક્રવાતી તોફાન તેજ યમન કિનારાને પાર કરી ગયું અને નબળું પડી ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે