Home> India
Advertisement
Prev
Next

Cyrus Mistry Death: અકસ્માત સમયે મર્સિડિઝ ગાડી ચલાવનાર મહિલા કોણ? ખાસ જાણો તેમના વિશે 

Anahita Pandole: ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રવિવારે કાર દુર્ઘટનામાં મોત થયું. આ ઘટનાથી સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો છે. પ્રાથમિક તપાસ બાદ પોલીસે પુષ્ટિ કરી કે સાઈરસ મિસ્ત્રી જે મર્સિડિઝમાં સવાર હતા તેને અનાહિતા પંડોલે ચલાવી રહ્યા હતા. કારમાં કુલ ચાર લોકો સવાર હતા. જેમાંથી સાઈરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલે પાછળ બેઠા હતા. 

Cyrus Mistry Death: અકસ્માત સમયે મર્સિડિઝ ગાડી ચલાવનાર મહિલા કોણ? ખાસ જાણો તેમના વિશે 

Anahita Pandole: ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રવિવારે કાર દુર્ઘટનામાં મોત થયું. આ ઘટનાથી સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો છે. પ્રાથમિક તપાસ બાદ પોલીસે પુષ્ટિ કરી કે સાઈરસ મિસ્ત્રી જે મર્સિડિઝમાં સવાર હતા તેને અનાહિતા પંડોલે ચલાવી રહ્યા હતા. કારમાં કુલ ચાર લોકો સવાર હતા. જેમાંથી સાઈરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલે પાછળ બેઠા હતા. 

fallbacks

પોલીસના જણાવ્યાં મુજબ પાછળ બેઠેલા બે લોકોએ સીટ બેલ્ટ પહેર્યા નહતા. જ્યારે કાર અનાહિતા પંડોલે ચલાવી રહ્યા હતા. તેમની બાજુમાં તેમના પતિ ડેરિયસ પંડોલે બેઠા હતા. આ ઘટનામાં સાઈરસ મિસ્ત્રી અને જહાંગીરનું મોત થઈ ગયું. જહાંગીર પંડોલે અનાહિતા પંડોલેના પતિ ડેરિયસના ભાઈ હતા. ઘટનામાં અનાહિતા અને તેમના પતિ ડેરિયસ પંડોલે પણ ઘાયલ થયા છે. અકસ્માત બાદ તેમને હોસ્પિટલ ખસેડાયા અને હાલ સારવાર હેઠળ છે. 

આ ઘટના રવિવારે બપોરે લગભગ ત્રણ વાગ્યે મુંબઈથી 120 કિલોમીટર દૂર થઈ. અમદાવાદથી મુંબઈ પાછા ફરતી વખતે પાલઘર પાસે તેમની લક્ઝરી કાર ડિવાઈડર સાથે ભટકાઈ. રિપોર્ટ્સ મુજબ કાર એકદમ પૂરપાટ ઝડપે હતી અને કાર ચલાવી રહેલા અનાહિતા પંડોલેએ બીજી કારને ઓવરટેક કરવાની કોશિશ કરી જેના ચક્કરમાં કાર ડિવાઈડર સાથે ટકરાઈ. પોલીસ રિપોર્ટ મુજબ પાલઘરમાં ચારોટી ચેક પોસ્ટ પાર કર્યા બાદ તેમની કારે ફક્ત 9 મિનિટમાં 20 કિમીનું અંતર કાપ્યું હતું. પોલીસનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજમાં તેમની કાર બપોરે લગભગ 2.21ની આજુબાજુ ચોકી પાસે જોવા મળી હતી. દુર્ઘટના બપોરે લગભગ 2.30 વાગ્યાની આજુબાજુ સૂર્યા નદી પર બનેલા પૂલ પર ઘટી. જે ચેકપોસ્ટથી 20 કિમી દૂર છે. 

fallbacks

કોણ છે અનાહિતા પંડોલે?
55 વર્ષના અનાહિતા પંડોલે મુંબઈના જાણીતા સ્ત્રી રોગ વિશેષજ્ઞ  (gynecologist) છે. તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે છે. તેમને કુલ 32 વર્ષનો અનુભવ છે અને સ્પેશિયાલિસ્ટ તરીકે તેમને 25 વર્ષનો અનુભવ છે. અનાહિતાએ 1990માં ટોપીવાલા નેશનલ મેડિકલ કોલેજ એન્ડ બીવાઈએલ નાયર ચેરિટેબલ હોસ્પિટલથી પોતાનો એમબીબીએસનો અભ્યાસ પૂરો કર્યો હતો. તેમણે 1994માં આ કોલેજથી ઓબ્સટેટ્રિક્સ એન્ડ ગાયનોકોલોજીનો અભ્યાસ કર્યો. તેમણે ઈનફર્ટિલિટી મેનેજમેન્ટ, હાઈ રિસ્ક ઓબ્સટેટ્રિક્સ અને એન્ડોસ્કોપી સર્જરીમાં દક્ષતા મેળવી છે. 

fallbacks

તે પરજોર ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે. અનાહિતાએ વર્ષ 2004માં બોમ્બે પારસી પંચાયત યોજના સાથે મળીને ધ બોમ્બે પારસી પંચાયત ફર્ટિલિટી પ્રોજેક્ટ શરૂ કર્યો. આ પ્રોજેક્ટનો હેતુ પારસી દંપત્તિઓને સસ્તા ભાવે ફર્ટિલિટી ઈલાજ ઉપલબ્ધ કરાવવો અને અત્યાધુનિક મેડિકલ સુવિધાઓ સુધી તેમની પહોંચ ઉપલબ્ધ કરાવવાનો છે. 

ફર્ટિલિટી પ્રોજેક્ટ બાદ જ આગળ જઈને જિયો પારસી યોજના શરૂ થઈ. જિયો પારસી યોજનામાં અનાહિતા પંડોલેની મોટી ભૂમિકા રહી. આ યોજનામાં તેમના સૂચનો બદલ તેમની ખુબ પ્રશંસા પણ થઈ. આ સાથે જ મેથોડોલોજીને લાગૂ કરવામાં અનાહિતાની પ્રમુખ ભૂમિકા રહી. તેઓ મેડિકલ પહેલુઓ પર જિયો પારસી ટીમને સતત ગાઈડ કરતા રહ્યા. તેમણે ગેરકાયદેસર હોર્ડિંગ્સને લઈને પણ ખુબ પ્રચાર કર્યો. 

fallbacks

ડો. અનાહિતા પંડોલે અનેક પ્રકારના સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે. તેમણે ગેરકાયદેસર હોર્ડિંગ્સ અંગે પણ અભિયાન ચલાવ્યું હતું. તેમને તેમાં ખુબ લોકપ્રિયતા મળી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ અનાહિતા મુંબઈમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર જ્યાં ત્યાં પિલર્સ અને પોલ પર હોર્ડિંગ્સ લગાવવા બદલ નારાજ હતા. તેમનું કહેવું છે કે તે કોર્ટના દિશાનિર્દેશોથી એકદમ વિરુદ્ધ છે. તેઓ અવારનવાર બીએમસી દ્વારા કપાયેલા ઝાડની તસવીરો લઈને અખબારોની ઓફિસ જતા હતા. તેમણે કોર્ટમાં એક જનહિત અરજી પણ દાખલ કરી હતી. 

Cyrus Mistry Death Case માં પ્રાથમિક તપાસમાં થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો

પંડોલે પરિવાર અને મિસ્ત્રી પરિવારના સંબંધ
પંડોલે પરિવારના મિસ્ત્રી પરિવાર સાથે કૌટુંબિક સંબંધ છે. બંને પરિવાર એકબીજાની નજીક છે. પંડોલે પરિવાર એક અત્યંત સંપન્ન પરિવાર છે. પરિવાર પાસે ડ્યૂક નામની એક સોફ્ટ ડ્રિંક કંપનીનો માલિકી હક પણ રહેતો હતો. જેને પરિવારે લગભગ વીસ વર્ષ પહેલા પેપ્સીને વેચી દીધો. ડો. અનાહિતા પંડોલેના પતિ ડેરિયસ જેએસ ફાઈનાન્શિયલ પ્રાઈવેટ ઈક્વિટીના એમડી અને સીઈઓ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More