ઓમ નમઃ શિવાય અને જયશ્રી કૃષ્ણ
પ્રશ્ન – પરિવારમાં સંપ અને એકતા રહે તે માટે શું કરવું.
- તમારા કુળદેવીના મંદિરે વર્ષમાં બે વખત સપરિવાર દર્શને જવું.
- કોઈપણ પક્ષની તેરસ હોય એટલે કે સુદ કે વદ જે પક્ષ ચાલતો હોય તે મહિનામાં મહાલક્ષ્મીદેવીને ખીરનો પ્રસાદ ધરાવવો.
- સંધ્યાકાળે દિપપ્રાગટ્ય અવશ્ય કરવું.
- સંધ્યાકાળે કોઈના પણ સંદર્ભમાં નિંદાત્મક વચનો ન બોલવા.
- અઠવાડિયામાં એક વખત સૌએ સાથે મળી તમારા કુળદેવીની આરતી ઉતારવી. તમારા ઘરમાં જે ઘરમંદિર હોય ત્યાં જ આ કાર્ય થઈ શકે.
આજનું પંચાંગ
તારીખ
|
26 ઓગસ્ટ, 2018 રવિવાર
|
માસ
|
શ્રાવણ સુદ પૂનમ (નાળીયેરી પૂર્ણિમા, રક્ષાબંધન)
|
નક્ષત્ર
|
ધનિષ્ઠા
|
યોગ
|
અતિગંડ
|
ચંદ્ર રાશી
|
કુંભ (ગ, સ, ષ, શ)
|
- આદિત્યપૂજન કરવું. એટલે સૂર્યદેવની ઉપાસના અવશ્ય કરવી.
- ધનિષ્ઠા નક્ષત્ર છે એટલે પણ સૂર્યઉપાસના કરવી ફળદાયી નીવડે
- ઘરના મુખ્ય દરવાજા ઉપર રક્ષા બાંધવી.
- આજે આખાય ઘરમાં અગરબત્તીનું ધૂપ અવશ્ય કરજો.
- તમારા ઇષ્ટદેવની આરતી પણ ઉતારજો.
રાશિ ભવિષ્ય (26-8-2018)
મેષ (અલઈ)
|
- આજે ઉતાવળીયા થઈ શકો છો
- પણ દિવસ એકંદરે સારો વિતશે
- આજના શુભ દિવસે પણ મનમાં સ્હેજ ઓછપ આવી શકે છે
|
વૃષભ (બવઉ)
|
- સંબંધોથી લાભ જણાય પણ થોડો સંઘર્ષ આવી શકે
- કાર્યમાં પ્રતિપક્ષનો સાથ ઓછોવત્તે મળી શકે છે
- પણ, આપ ધીરજ રાખજો 27મી પછી સફળતા
|
મિથુન (કછઘ)
|
- ભાષાની ચતુરાઈ સારી પણ ઉસ્તાદ માણસની છાપ ન પડે તેનું ધ્યાન રાખજો
- વકીલ મિત્રોને આજે સાનુકૂળતા રહે
- ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલાને સફળતા
|
કર્ક (ડહ)
|
- સાસરીપક્ષના સગામાંથી કોઈકનું આરોગ્ય નબળુ રહે
- પિતા તરફથી સહકાર મળે
- પરિવારમાં વડીલ વ્યક્તિ તરફથી લાભ છે
|
સિંહ (મટ)
|
- પગનો દુઃખાવો આજે પીડા આપી શકે છે
- આજે જમવાની ખાસ ઇચ્છા ન થાય તેવું બને
- વાહન ચલાવતા મિથ્યા ચર્ચા ન કરવી, વૈમનસ્ય સર્જાઈ શકે છે
|
કન્યા (પઠણ)
|
- વડીલો અથવા મોટાભાઈ સાથે મનદુખ થઈ શકે
- પરિવારમાં વડીલ સ્ત્રી હોય તો તેની તબિયત નાદુરસ્ત થઈ શકે છે
- આજે આપના માટે આરોગ્યની જાળવળી કરવાનો દિવસ છે
|
તુલા (રત)
|
- ધન અને સુખચેનમાં વધારો થાય
- બધુ કાર્ય આજે શાંતિથી પૂર્ણ કરવું
- ભાષા ઉપર વિશેષ સંયમ રાખવો
|
વૃશ્ચિક (નય)
|
- સાસુ અને સસરા સાથે વૈમનસ્ય ન થાય તે જોવું
- રાજનીતિ સાથે સંકળાયેલા જાતકોને લાભ
- મેડીકલના વ્યવસાય સાથે સંકળાયેલાને લાભ
|
ધન (ભધફઢ)
|
- ધર્મ અને ભક્તિમાં મન આનંદ માણે
- રક્ષાબંધનનું આપને મન આજે વિશેષ મહત્વ રહે
- પરિવારમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ રહે
|
મકર (ખજ)
|
- આપની મન સ્થિતિ આજે શાંત
- પરિવારમાં આનંદનું વાતાવરણ રહે
- ધનપ્રાપ્તિ થાય, આપની વાણી મીઠી રહેશે
|
કુંભ (ગશષસ)
|
- આજે આવકના સંદર્ભમાં નવી તક મળે
- આપને આ સંદર્ભે નવો વિચાર પણ સાંપડે
- આપના સંબંધો આજે કામ કરી જાય
|
મીન (દચઝથ)
|
- સંતાનનું આરોગ્ય જાળવવું
- આપ આપનો પક્ષ મૂકવામાં આજે નિપુણ
- ભાગ્ય બળવાન છે
- દિવસ પણ ખૂબ આનંદમય વિતે
|
અમિત ત્રિવેદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે