માતા-પિતાને ફરિયાદ હોય કે સંતાન અમારું માનતા નથી. ---- ખરાબ સોબતે ચઢી ગયા છે ---- કોઈ વ્યસને ચઢી ગયા હોય તે ---- એકબીજા પ્રત્યે પ્રેમ અને સન્માનની ભાવના નથી ---- યુવા સંતાન હોય તે કારકિર્દી પ્રત્યે ગંભીર ન હોય આ પ્રકારની સમસ્યાનું નિવારણ કેવી રીતે થઈ શકે તે માટે આજે કેટલાક ઉપાય આપી રહ્યો છું ---
- ઘરમાં નાના લાલજી પધરાવજો. તેની સેવા પૂજા કરજો
- ઘરમાં બે સમયે દેવને થાળ ધરાવજો. એટલે કે કંઈ વિશેષ કરવાનું નથી પણ તમે જે બનાવો તે જ વાનગી ભગવાનને ધરાવવી ત્યારબાદ તમારે ભોજન કરવું.
- વર્ષમાં એક વખત તમારા સંતાનના વજન જેટલો ગોળ ગણપતિને ધરાવી કોઈ અનાથ આશ્રમમાં દાન કરવો.
આ ત્રણ ઉપાય અવશ્ય કરજો. ઉપાય કરતી વખતે આપનો શુભસંકલ્પ અવશ્ય અર્પણ કરજો. આપની સમસ્યાનું નિવારણ થવા લાગશે.
આજનું પંચાંગ
તારીખ
|
20 ઓગસ્ટ, 2018 સોમવાર
|
માસ
|
શ્રાવણ સુદ દશમ
|
નક્ષત્ર
|
જ્યેષ્ઠા
|
યોગ
|
વૈધૃતિ
|
ચંદ્ર રાશી
|
વૃશ્ચિક (ન,ય)
|
- આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે. શિવાષ્ટકંનો પાઠ કરી શકાય, બિલ્વાષ્ટકં બોલીને શિવજીને બિલિપત્ર ચઢાવવાથી પુણ્યફળ પ્રાપ્ત થાય છે. ઓમ નમઃ શિવાય એ પંચાક્ષર મંત્રનો જાપ અવશ્ય કરવો.
- આજે રવિયોગ અહોરાત્ર છે. વળી, કુમારયોગનો પ્રારંભ પણ રાત્રે 9.43 વાગે પ્રારંભ થઈ જશે.
મેષ (અલઈ)
|
- મન ઊંડા વિચારોમાં ગરકાવ રહે
- શરદી અને છીંક આવવાની સમસ્યા થઈ શકે
- આપના શ્વસુરપક્ષે આપ થોડી મુંઝવણ અનુભવી શકો
|
વૃષભ (બવઉ)
|
- તપ અને સાધનાના યોગ પણ નિર્માયા છે
- કલાક્ષેત્રે આપની નિપુણતા ખિલી ઊઠે
- બપોર પછી ઉશ્કેરાટમાં વધારો થઈ શકે છે
|
મિથુન (કછઘ)
|
- પીઠના દુઃખાવાથી સાવધાન રહેજો
- આપની ભાષા આપના માટે શત્રુનું કાર્ય કરી શકે છે
- પ્રતિપક્ષનો આજે સહકાર અવશ્ય મળશે, વિદ્યાર્થી મિત્રો માટે આજે સફળતાનો દિવસ છે
|
કર્ક (ડહ)
|
- પરિવારના વડીલ વ્યક્તિની તબિયતનો પ્રશ્ન સતાવે
- આપના બોસનું સ્થાનપરિવર્તન દેખાય છે
- આજે ઠંડુ ભોજન કરવાથી ચેતજો. એટલે કે ઠંડાપીણા, આઈસ્ક્રીમ, લસ્સી વગેરે લેવામાં સંયમ જાળવજો
|
સિંહ (મટ)
|
- વાહન અકસ્માતથી સાવચેત રહેજો
- માતાનું આરોગ્ય અવશ્ય સાચવવું
- આપના સૂવાના સ્થાનમાં ભેજ અથવા નળ ટપકવાની સમસ્યા સર્જાઈ શકે છે
|
કન્યા (પઠણ)
|
- ટૂંકી પણ ઉચાટભરી મુસાફરી થઈ શકે છે
- પરિવારમાંમહેમાનની પધરામણી થઈ શકે છે
- મિત્રો તમારી સાથે ગણતરીબાજ બને તે નવાઈ નહીં
|
તુલા (રત)
|
- ખર્ચ ઉપર હજુ કાબૂ નથી આવતો
- પૈસા આવશે એવા જશે પણ ખરા
- જૂનું વાહન વેચી નવું વાહન વસાવવાના યોગ છે
|
વૃશ્ચિક (નય)
|
- સંબંધોમાં આજે ઉણપ આવતી જણાય
- માથાના દુઃખાવાની ફરિયાદ થઈ શકે છે
- ધનસ્થાન પ્રબળ દેખાય છે
|
ધન (ભધફઢ)
|
- સૈદ્ધાંતિક રીતે સાચા હોવ પણ ચૂપ રહેવું
- પિતાના સંબંધમાં થોડી મુશ્કેલી જણાય છે
- વેપારી મિત્રોને આજે નિરસતા સાંપડે
|
મકર (ખજ)
|
- સંતાન અને જીવનસાથી એમ બેઉ તરફથી પ્રેમ મળે
- ઇચ્છાપૂર્તિ પણ થઈ શકે છે
- રાત્રિના સમયે થોડો ઉચાટ થઈ શકે છે
|
કુંભ (ગશષસ)
|
- આજે કોઈની સહાય લેવામાં શરમ ન રાખતા
- વાસનાનો ક્ષય દેખાય છે
- ધ્યાન અને ભક્તિમાં મન પરોવાય તેવું બને
|
મીન (દચઝથ)
|
- રાત્રિના સમયે જુદા જુદા સ્વપ્ન આવે
- મન થોડું ગૂંચવાય પણ ખરું
- સમાધિ જેને આપણે અધ્યાત્મની પરમ સ્થિતિ કહીએ છીએ તેની સામીપ્ય પણ મળે.
- આપની રાશીમાં હું કોઈ અશુભ આજે જોતો નથી.
|
જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે