આજે 03 ડિસેમ્બર એટલે કે કાર્તિક વદ બારશ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. આજના દિવસને ભૌમ પ્રદોષ કહેવાય છે. મંગળવારે આવતા પ્રદોષને ભૌમપ્રદોષ કહેવાય છે. આજના દિવસે શિવઉપાસના અચૂક કરવી જોઇએ. આ સાથે ગણેશજી અને ભૈરવદાદાની ઉપાસના પણ કરવી જોઇએ. ચંદ્ર આજે દેવગણ નક્ષત્રનો છે જે શુભ કહેવાય છે.
તારીખ | 4 ડિસેમ્બર, 2018, મંગળવાર |
માસ | કાર્તિક વદ બારશ |
નક્ષત્ર | સ્વાતિ |
યોગ | શોભન |
ચંદ્ર રાશી | તુલા (ર,ત) |
મેષ (અલઈ) | ઘરમાં સુખ-શાંતિનો અનુભવ થાય ધનપ્રાપ્તિના યોગ છે ઊચ્ચ અધિકારી તરફથી શાબાશી મળે ગૂઢ જ્ઞાન સાથે સંકળાયેલાને લાભ |
વૃષભ (બવઉ) | યુવા અને લગ્નવાંછુને કાર્યસ્થળે પ્રેમ થાય કોસ્મેટીક્સના વ્યવસાય સાથેનાને સફળતા પ્રવાસ દ્વારા સફળતા મળે પ્રતિપક્ષનો સહકાર મળે |
મિથુન (કછઘ) | અસલામતીનો અહેસાસ થાય ફિલ્મ જોવાનો તેમજ ફિલ્મી ગીતોમાં રુચિ જાગે વેપાર ક્ષેત્રે થોડી મૂંઝવણ વ્યાપે છાનુંછપનું કાર્ય કરી લાભ મેળવવાની ઇચ્છા જાગે |
કર્ક (ડહ) | અંતરમાં આનંદ વર્તાય છૂપો પ્રેમ કદાચ ખુલ્લો પણ પડી જાય કોઈક નવી નોકરીની તક પણ મળી શકે પિતા સાથે વાદવિવાદથી બચવું |
સિંહ (મટ) | શિક્ષણ પ્રત્યે વધુ રૂચિ જાગે પ્રવાસની શક્યતા પણ છે થોડો વૈભવી પ્રવાસ થઈ શકે છે પ્રેમાલાપ આજે વિશેષ થાય |
કન્યા (પઠણ) | મીઠી ભાષા બોલી દિલ જીતી લેશો મિત્રો દ્વારા ધનપ્રાપ્તિની તકો ખીલી જાય આંખોમાં આજે અનેરી ચમક દેખાય જૂનું મકાન રીપેર કરાવવા સંબંધી વિચાર થાય |
તુલા (રત) | રાજનીતિમાં સફળતા મળે સેનીટેશન સાથે જોડાયેલાને લાભ સંતાન સાથે ઉશ્કેરાટભર્યું વર્તન થઈ જાય આંકડાકીય માહિતીમાં ભૂલ થઈ શકે છે |
વૃશ્ચિક (નય) | મન થોડું વિશેષ અશાંત રહે અવિચારી ખર્ચ પણ થઈ જાય ઘરમાં રીપેરીંગ કાર્ય આવે જીવનસાથી પ્રત્યે અસંતોષ જાગે |
ધન (ભધફઢ) | મોટાભાઈ બહેન પ્રત્યે સદભાવ જાગે તેઓ પણ આપને મદદરૂપ બને મનમાં ભક્તિભાવ પણ જાગૃત થાય વાહન ઝડપી ચલાવવાની ઇચ્છા થાય. સાવધાન |
મકર (ખજ) | મનથી થોડી અશાંતિ વર્તાય જુદી જુદી ગડમથલ ચાલ્યા કરે વેપારમાં પ્રગતિ જણાય છે પરદેશથી આવકો થાય |
કુંભ (ગશષસ) | જૂનો પ્રેમ જાગી જાય માટે, સંયમ રાખજો નોકરીમાં ભાગ્ય જોર કરે છે નોકરીમાં તક મળે, આવક વધે તેવું પણ બને |
મીન (દચઝથ) | જૂનું ધન મળે છૂપો પ્રેમ આજે આગળ વધે સંતાન આપનાથી કંઈક છૂપાવે પણ ખરો ધન આવે ખરું પણ એવું જ વપરાઈ જાય |
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે